Sunday, November 28, 2021
Homeઆજે બપોરે 2 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા.
Array

આજે બપોરે 2 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા.

ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે એની પ્રથમ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા (AGM) યોજશે. એવું પહેલી વાર થઇ રહ્યું છે કે કંપની તેની AGM ઓનલાઈન યોજશે. આજે બપોરે 2 વાગ્યે યોજાનારી સભાનું આયોજન કંપનીના સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ચેટબોટ પર યોજાશે, જેમાં એકસાથે 500થી વધારે સ્થળો પરથી 1 લાખથી વધારે શેરધારકો જોડાશે.

શેર ધારકોને મોટી અપેક્ષા

શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પાછલા અમુક મહિનાઓમાં રિલાયન્સ અને ખાસ કરીને જિયોમાં ઘણું રોકાણ આવ્યું છે. તેની વેલ્યુએશન પણ ઘણી વધી છે. આ બધાને લઈને શેરધારકો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના માટે પણ આજે મોટી જાહેરાત થઇ શકે છે. આમાં બોનસ અથવા તો ડિવિડન્ડને લાગતું એનાઉન્સમેન્ટ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

રિટેલ બિઝનેસને લગતી મોટી જાહેરાત સમભાવ

બજાર નિષ્ણાતોના મતે, જિયો પ્લેટફોર્મ્સ માટે અપેક્ષા મુજબનું રોકાણ મેળવ્યા બાદ હવે રિલાયન્સનું ફોકસ હવે તેના રિટેલ બિઝનેસને વધારવા ઉપર છે. આજે યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં રિટેલને લગતી મોટી જાહેરાત થાય તેવી સંભાવના છે. આમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપનું ટેકઓવરની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત ગુગલ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 30 હજાર કરોડના રોકાણની જાહેરાત પણ થઇ શકે છે. જિયો પ્લેટફોર્મ્સને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવવા અંગે એનાઉન્સમેન્ટ થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments