રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માલામાલ : સૌથી વધુ નફો કરનાર ખાનગી કંપની બની

0
31

નવી દિલ્હી,તા. 18 : મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી ક્ષેત્રમાં કોઇ એક ત્રિમાસિકમાં સૌથી વધુ નફો કમાનારી પ્રથમ કંપની બની ગઇ છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રિલાયન્સનો નફો 13.55 ટકા વધીને 11,640 કરોડ રૂપિયાનો રહ્યો હતો, જે ખાનગી ક્ષેત્રમાં એક નવો રેકોર્ડ છે.

તેલ રિફાઈનીંગ કારોબારમાં સ્થિતિ બહેતર હોવાની સાથે સાથે છુટક અને દૂરસંચાર ગ્રાહક કારોબારના બહેતર દેખાવથી કંપનીનો લાભ વધ્યો છે.
નાણાકીય વર્ષ 2018-19ની આ ત્રિમાસિકમાં કંપનીનો શુધ્ધ લાભ 10,251 કરોડ રૂપિયા હ તો. દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસએ પણ ત્રીજા ત્રિમાસિકના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં. ટીસીએસને રૂા. 8118 કરોડનો નફો થયો હતો.

જ્યારે કંપનીની દૂર સંચાર એકમ રિલાયન્સ જિયોનો નફો 62.42 ટકા વધીને રૂા. 1350કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે તેની એઆરપીયુ 128.40 રૂપિયા પ્રતિ યુઝર રહી હતી.
રિલાયન્સના કર પૂર્વ લાભમાં છૂટક અને દૂરસંચાર કારોબારની ભાગીદારી લગભગ 40 ટકા રહી, જ્યારે ગત વર્ષે આ સમયે 25 ટકા હતી. કંપનીની સ્થાનિક દુકાનોની સંખ્યા બીજા ત્રિમાસિકમાં 10,901થી વધીને 11,316 થઇ ગઇ છે. તેનો છૂટક કારોબારનો કર પૂર્વ લાભ 58 ટકા વધીને કર 2389 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે આ કારોબારમાં આવક227 ટકા વધીને 45327 કરોડ રૂપિયાએ પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here