Thursday, August 5, 2021
No menu items!
Homeરિલાયન્સ ઈન્ડસ્ટ્રી 9 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની નંબર વન...
Array

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી 9 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની નંબર વન કંપની બની

બિઝનેસ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની ગઈ છે. કંપનીના શેરમાં શુક્રવારે 1.7%નો વધારો થવાના કારણે વેલ્યુએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.

માર્કેટ કેપમાં IT કંપની TCSનો બીજો નંબર છે. તેની વેલ્યુએશન 7.67 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડાએ પહોંચી ગઈ હતી. આ મામલામાં પણ તે દેશની સૌથી પહેલી કંપની બની ગઈ હતી.

રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો નફો કમાવનારી દેશની પહેલી ખાનગી કંપની પણ છે. તેને 2018ની ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીકમાં આટલો નફો થયો હતો. જાન્યુઆરીમાં ત્રિમાસીક પરિણામ જાહેર કર્યા બાદથી જ રિલાયન્સના શેરનું સારું એવું પરફોમન્સ ચાલી રહ્યું છે.

રિલાયન્સના 5 રેકોર્ડ

  • ઓક્ટોબર 2007- 100 અબજ ડોલરના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની
  • જુલાઈ 2018-11 વર્ષ બાદ ફરીથી 100 અબજ ડોલરની વેલ્યુએશન હાંસિલ કરી
  • ઓગસ્ટ 2018- 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની
  • જાન્યુઆરી 2019– 10,000 કરોડ રૂપિયાનો નફો કમાવનારી દેશની પહેલી ખાનગી કંપની બની
  • ઓક્ટોબર 2019– 9 લાખ કરોડ રૂપિયાની વેલ્યુએશન વાળી દેશની પહેલી કંપની બની

મુકેશ અંબાણી એશિયામાં સૌથી અમીર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ 55.3 અબજ ડોલર(3.86 લાખ કરોડ રૂપિયા)છે. અંબાણીએ ગત વર્ષે ચીનની અલીબાબાના ફાઉન્ડર જૈકને પણ પાછળ મુકીને એશિયાના નંબર વન અમીર બન્યા હતા. જૈક માની નેટવર્થ હાલ 41.7 અબજ ડોલર(2.96 લાખ કરોડ રૂપિયા)છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments