કોરોના દેશમાં : 12 દિવસ પછી રાહત, એક્ટિવ કેસમાં 6 હજારથી વધુનો ઘટાડો; આંકડો ફરી 4.5 લાખથી નીચે આવ્યો

0
20

દેશમાં કોરોનાના એક્ટિવ દર્દી ફરી એકવાર 4.5 લાખથી ઘટી ગયા છે. રવિવાર રાહત ભરેલો રહ્યો અને 6579 એક્ટિવ કેસ ઘટી ગયા. 17 નવેમ્બર પછી સૌથી મોટો ઘટાડો છે, ત્યારે 6685 એક્ટિવ કેસ ઘટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 39 હજાર 36 નવા દર્દી નોંધાયા, 45 હજાર 152 સાજા થયા, જ્યારે 444 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોનાથી અત્યારસુધીમાં 94.32 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, 88.46 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.37 લાખ દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે.

કોરોનાએ એક રાજનેતાનો જીવ લઈ લીધો. રાજસ્થાનના પૂર્વ શિક્ષણમંત્રી અને રાજસમંદથી ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરી(59)નું રવિવારે મોડી રાતે નિધન થઈ ગયું છે. તેમની ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ 2004માં ઉદયપુરથી લોકસભા સાંસદ પણ ચૂંટાયા હતા. 2009માં તેમણે ઉદયપુરથી સચિન પાયલટ વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી હતી, પણ હારી ગયા. આ મહામારીથી જીવ ગુમાવનારા તેઓ રાજ્યના બીજા નેતા છે. આ પહેલાં ભીલવાડાની સહાડા બેઠકથી કોંગ્રેસ ધારાસભ્ય કૈલાશ ત્રિવેદીનું નિધન થયું હતું.

કિરણ માહેશ્વરીના નિધન અંગે લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભાજપ-કોંગ્રેસમાંથી ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો(ફાઈલ તસવીર).
(કિરણ માહેશ્વરીના નિધન અંગે લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભાજપ-કોંગ્રેસમાંથી ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો(ફાઈલ તસવીર).)

 

રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર

 • રાજસ્થાન સરકારે કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેને પ્રમાણે, 31 ડિસેમ્બર સુધી શાળા, કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. તમામ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલુ રહેશે. અહીં માત્ર જરૂરી સુવિધાઓ જ ઉપલબ્ધ કરાવાશે.
 • સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ પણ બંધ રહેશે. મોટા પાયા પર કોઈપણ સોશિયલ પોલિટિકલ, સ્પોર્ટ્સ, કલ્ચરલ, ધાર્મિક કાર્યક્રમ કરાવવાની મંજૂરી નહીં મળે.
 • સ્વાસ્થ્ય વિભાગની અલગ અલગ ટીમ હાઉસુ હાઉસ સર્વે કરશે.
 • રાતે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોન્ક, સીકર અને ગંગાનગરના શહેરી વિસ્તારમાં આવતા ટાઉન હેડક્વાર્ટરમાં પણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. અહીં માર્કેટ, તમામ પ્રકારનાં વર્ક પ્લેસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાંજે સાત વાગ્યે બંધ કરવાનાં રહેશે.

કોરોનાં અપડેટ્સ

 • એરફોર્સે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સેન્ટ્રલ એશિયાના એક દેશમાં ફસાયેલા 50 ભારતીય વૈજ્ઞાનિકોનું રેસ્ક્યૂ કર્યું, જેમાંથી અમુક કોવિડ પોઝિટિવ છે. આ તમામને દક્ષિણ ભારતના એક એરપોર્ટ પર લેન્ડ કરાવીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિક એક સમજૂતી હેઠળ સેન્ટ્રલ એશિયાના એક દેશમાં ગયા હતા.
 • કોરોનાની વેક્સિન કોવિશીલ્ડની ગંભીર સાઈડ ઈફેક્ટ હોવાનો આરોપ લાગ્યો છે. ચેન્નઈમાં ટ્રાયલ દરમિયાન વેક્સિન લગાવનાર એક 40 વર્ષના વોલન્ટિયરે આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, વેક્સિનનો ડોઝ લીધા પછી તેને ન્યુરોલોજિકલ સમસ્યા(મગજ સાથે જોડાયેલી બીમારી) શરૂ થઈ ગઈ છે. એને સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી પાંચ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.
 • પશ્વિમ બંગાળના એજ્યુકેશન મિનિસ્ટર પાર્થા ચેટર્જીએ કહ્યું હતું કે હાલ શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલય ખોલવાનો કોઈ ઈરાદો નથી. વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં સિલેબસ આપી દેવાશે. વધુ ફોકસ ઓનલાઈન એજ્યુકેશન પર રહેશે. પરીક્ષા પણ ઓનલાઈન કરાવવા અંગે વિચારણા ચાલી રહી છે.
 • જમ્મુ-કાશ્મીરમાં તમામ શાળા, કોલેજ અને અન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. ક્લાસ9-12સુધીના વિદ્યાર્થી વોલન્ટિયર તરીકે શાળાની વિઝિટ કરી શકે છે. સિનેમા 50% દર્શકોની ક્ષમતા સાથે ખૂલી શકે છે. લગ્ન સમારોહમાં 100થી વધુ લોકોના ભેગા થવા માટે પ્રતિબંધ છે. તમામ પ્રકારનાં ધાર્મિક સ્થળ જાહેર જનતા માટે ખુલ્લાં રહેશે. જોકે એમાં કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં બહારથી આવનારા ટૂરિસ્ટને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે.

દેશમાં કોરોનાની ગતિ

 • દેશમાં દર 10 લાખની વસતિમાં 6700 લોકો સંક્રમિત મળી રહ્યા છે.
 • આટલી જ વસતિમાં મૃતકોની સંખ્યા 99 છે.
 • દર 10 લાખની વસતિમાં 100,684 લોકોની તપાસ થઈ રહી છે.
 • ભારતમાં હાલ 8,944 દર્દી એવા છે, જેમની સ્થિતિ ગંભીર છે. અર્થ એ કે ICU અને વેન્ટિલેટરના સહારે છે.
 • દુનિયામાં ભારત 7મો દેશ છે, જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે, એટલે કે એવા દર્દીઓ જેમની સારવાર ચાલી રહી છે.
 • ભારત દુનિયાનો બીજો સૌથી સંક્રમિત દેશ છે. પહેલા નંબર પર અમેરિકા છે. અહીં 1.36 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
 • દુનિયામાં સૌથી વધુ દર્દી અત્યારસુધી ભારતમાં સાજા થઈ ચૂક્યા છે.

પાંચ રાજ્યની સ્થિતિ

દિલ્હી

અહીં રવિવારે સંક્રમણથી જીવ ગુમાવનારી સંખ્યા નવ હજારને પાર થઈ ગઈ છે. અત્યારસુધીમાં 9 હજાર 66 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 68 દર્દીનાં મોત થયાં છે. 4906 નવા દર્દી નોંધાયા અને 6325 લોકો સાજા થયા. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 5 લાખ 66 હજાર 648 થઈ ગયો છે, જેમાંથી 5 લાખ 22 હજાર 491 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 35 હજાર 91 દર્દીની સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં રવિવારે 1514 નવા દર્દી નોંધાયા. 1508 લોકો સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 4 હજાર 745 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 14 હજાર 974 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 86 હજાર 521 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3250 થઈ ગઈ છે.

ગુજરાત

રાજ્યમાં રવિવારે 1564 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. 1451 લોકો સાજા થયા અને 16 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 8 હજાર 278 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 14 હજાર 789 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 89 હજાર 520 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 3969 થઈ ગઈ છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 2581 નવા દર્દી નોંધાયા. 2556 લોકો સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 65 હજાર 386 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 28 હજાર 758 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 34 હજાર 336 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 2292 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં રવિવારે 5544 નવા દર્દી નોંધાયા. 4362 લોકો સાજા થયા અને 85 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 18 લાખ 20 હજાર 59 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 90 હજાર 997 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 80 હજાર 926 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 47 હજાર 71 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here