રાહત : CBDTએ ફોર્મ 15CA અને 15CBને સબમિટ કરવાની ડેડલાઈન લંબાવીને 15 ઓગસ્ટ કરી

0
3

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝ (CBDT)એ ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. ઈન્ટરનેશનલ રેમિન્ટેસ એટલે કે વિદેશમાં પૈસા મોકલવા માટે ટેક્સ પેપર્સ (ફોર્મ 15CA/ 15CB)ને મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરવાની ડેટલાઈન વધારી દીધી છે. તેને 15 જુલાઈથી લંબાવીને 15 ઓગસ્ટ 2021 કરી દેવામાં આવી છે. વિભાગે આ નિર્ણય ઈ-પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓના કારણે લીધો છે.

મેન્યુઅલ ફોર્મેટમાં કેવી રીતે ફોર્મ સબમિટ થશે?
મેન્યુઅલ ફોર્મેટ અંતર્ગત તમારે 15CA ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)ની પાસે જઈને ફોર્મ 15CB ભરાવવાનું હોય છે. ફોર્મ 15CB એક સર્ટિફિકેટ હોય છે, જે એ દર્શાવે છે કે ફોર્મ 15CAમાં આપવામાં આવેલી જાણકારી સાચી છે. આ બંને ફોર્મને ભરીને તમારે ઓથરાઈઝ્ડ ડીલરની પાસે સબમિટ કરાવવા પડશે.

શું હોય છે ફોર્મ 15CA અને ફોર્મ 15CB

  • ફોર્મ 15CA રેમિટરનું ડિક્લેરેશન હોય છે. એટલે કે જે પેમેન્ટ કરી રહ્યા છે તે જણાવે છે કે તેઓ પેમેન્ટ કોણે અને કયા ખાતામાં મોકલી રહ્યા છે. એકંદરે, આ ફોર્મનો ઉપયોગ પેમેન્ટ્સની જાણકારી એકત્રિત કરવા માટે કરવામાં આવે છે, જે નોન રેસિડેન્ટ રેસિપેન્ટ્સ માટે ટેક્સેબલ હોય છે.
  • ફોર્મ 15CBની વાત કરીએ તો તે માત્ર એક સર્ટિફિકેટ હોય છે, જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) રેમિટરને આપે છે. તેમાં અમાઉન્ટથી લઈને તેના પર લાગતા ટેક્સની જાણકારી હોય છે. સર્ટિફિકેટમાં લખેલું હોય છે કે કયા પ્રકારનો અને કેટલા દરે ટેક્સ વસૂલવામાં આવે છે.

નવા પોર્ટલમાં લોન્ચિંગના દિવસથી સમસ્યાઓ આવી રહી છે
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 7 જૂનના રોજ નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ https://incometax.gov.in લોન્ચ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી ટેક્સપેયર્સને ITR ફાઈલિંગમાં સરળતા રહેશે. પરંતુ આ પોર્ટલને લઈને ઘણી ફરિયાદ અને સમસ્યાઓ સામે આવી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે પોર્ટલ બનાવનાર IT કંપની ઈન્ફોસિસની સાથે બેઠક પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here