રાહત પેકેજ પાર્ટ-5 : નાણા પ્રધાને કહ્યું- નોન-સ્ટ્રેટેજીક સેક્ટરમાં જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ કરાશે,MSMEના ઈનસોલ્વેન્સી નિયમોમાં રાહત, તાલુકા-જીલ્લા સ્તરે ટેસ્ટીંગ-હેલ્થ વ્યવસ્થાને મજબૂત કરાશે

0
0
 •  ધોરણ 1થી 12 માટે ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ બનશે
 • કોરોનાની સ્થિતિમાં ડિફોલ્ટ નિયમોમાં રાહત અપાશે
 • વન ક્લાસ વન ચેનલ, દિવ્યાંગો માટે ઈ-કોન્ટેન્ટ ઉપલબ્ધ બનશે.
 • આત્મનિર્ભર ભારત એ સમયની માંગ છે,વૈશ્વિક પડકારોનો સામનો કરવા ક્ષમતા કેળવવામાં આવશે
 • આજે 7 મહત્વના પગલાં અંગે જાહેરાત કરવામા આવશે
 • દેશમાં 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા છે
 • આ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનું અંતિમ બ્રેકઅપ હશે
 • છેલ્લા ચાર દિવસોમાં MSME, ખેડૂત, ખેતી અને રિફોર્મ પર ભાર મૂકવામાં આવ્યો

નાણામંત્રી નિર્મલા સીતારામણ આજે 20 લાખ કરોડના કોવિડ -19 રાહત પેકેજના પાંચમા અને અંતિમ બ્રેકઅપનું વર્ણન કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત એ સમયની માંગ છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાને કેળવવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજથી ગરીબો સુધી પૈસા મોકલવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગ અને બાંધકામક્ષેત્રના કામદારોને પણ મદદ કરવામાં આવી છે. વિના મૂલ્યે અનાજ તથા કઠોળ આપવામાં આવી રહ્યું છે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મદદ કરવામાં આવી છે. 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા છે.   આજે આ પેકેજના ભાગરૂપે સાત પગલાં અંગે મહત્વની જાહેરાત કરવાની છે. ડિફોલ્ટની સ્થિતિમાં કાર્યવાહી એક વર્ષ સુધી નહીં થાય.

ઈનસોલ્વેન્સી પ્રક્રિયામાં એક વર્ષ માટે છૂટ

કંપની ધારામાં કેટલાક સુધારા કરવા માટે કામ ચાલી રહ્યું છે

કમ્પાઉન્ડેબલ ઓફેન્સિસમાં ફેરફાર કરવામાંઆવ્યા છે. 7 કમ્પાઉન્ડેબલ ઓફેન્સિસ એક સાથે પડતા મુકાયા છે અને ઓલ્ટરનેટીવ ફ્રેમવર્ક હેઠળ 5 ને વૈકલ્પિક રીતે લેવામાં આવશે

ઈનસોલ્વેન્સીની પ્રક્રિયા માટેની મર્યાદા એક કરોડ કરવામાં આવી છે, જે અત્યારે એક લાખ રૂપિયા છે.

એમએસએમઈ માટે સંહિતાની કલમ 240સી હેઠળ ઈન્સોલ્વેન્સી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે.

શિક્ષણ ક્ષેત્ર,મનરેગા, આરોગ્ય, કોરોનાના સમયમાં કારોબાર ચલાવવા, પીએસયુ સંબંધિત સુધારા સહિત કુલ સાત ક્ષેત્રને લગતી જાહેરાત કરવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્ર

રાજ્યોને રૂપિયા 4,113 કરોડ રૂપિયા આપવામા આવ્યા છે. રૂપિયા 3,750 કરોડ રૂપિયા 3750 કરોડ આવશ્યક ચીજવસ્તુઓ માટે, ટેસ્ટીંગ અને કિટ્સ માટે રૂપિયા 550 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ હેઠળ દરેક પ્રોફેશનલ્સ માટે રૂપિયા 50 લાખનું ઈન્સ્યોરન્સ કવરેજ જાહેર કરવામા આવ્યું છે.દેશમાં હેલ્થ વર્કર માટે કાયદો બનાવવામાં આવ્યો છે. મહામારી રોગ ધારામાં સુધારો કરવામા આવ્યો છે. પીપીઈ માટે પર્યાપ્ત જોગવાઈ કરવામાં આવી. હેલ્થ સંબંધિત રૂપિયા 15,000 કરોડ આપવામાં આવ્યા છે. ટેસ્ટિંગ, લેબ્સ માટે પણ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. દેશમાં પીપીઈ બનાવતી 300 વધારે યુનિટ છે અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ
ઈઝી ડુઈંગ બિઝનેટ માટે તાજેતરમાં કોર્પોરેટ કાયદામાં પગલાં ભરવામાં આવ્યા છે.

કોરોનાને લીધે કારોબારને જે નુકસાન થયું છે તેને ઓછું કરવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. રાઈટ ઈસ્યુ ડિઝીટલ ઈન્ડિયા હેઠળ કરી શકાશે. ઈનસોલ્વેન્સી કોડ બાદ 221 કેસમાં 44 ટકા રિકવરી થઈ છે. વસુલીની 4.13 લાખ કરોડની થઈ છે.

ભારતીય પબ્લિક કંપનીને વિદેશી અધિકાર ક્ષેત્રમાં સીધા જ લિસ્ટેડ કરાવી શકે છે આ માટે મંજૂરી આપાવમાં આવશે

પબ્લિક સેક્ટર

 • PSE માટે નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
 • જાહેર ક્ષેત્રની કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં તેમની મહત્વની ભૂમિકા જારી રાખશે.જાહેર હિતમાં હોય ત્યાં પીએસઈની ઉપસ્થિતિ જરૂરી રહેશે.
 • ઓછામાં ઓછી એક પબ્લિક સેક્ટરની કંપની જે-તે ક્ષેત્રમાં ઉપસ્થિતી રહેશે.
 • દરેક દરેક સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવશે.
 • નોન-સ્ટ્રેટીક સેક્ટરમાં PSUનું ખાનગીકરણ કરવામાં આવશે

શિક્ષણ ક્ષેત્રઃ દિક્ષા ઈ કોન્ટેટ માટે પાઠ્ય પુસ્તકો

ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગરીબ બાળકો માટે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી મદદ કરવામાં આવશે. 3 ચેનલ તેમ જ નવી 12 ચેનલ જોડીને આ માટે આગળ વધવામાં આવશે. લાઈવ ટેલિકાસ્ટ મારફતે શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રાઈવેટ ડીટીએચ ધારકોની મદદથી શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે.આ માટે રાજ્યોને પણ નિર્દેશ આપવામા આવ્યા છે.

રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિક્ષા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જે ઈ-કન્ટેન્ટ અને ક્યુઆર કોડેડ માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તકો તમામ ધોરણો માટે ઉપલબ્ધ બનશે.

ધોરણ 1થી 12 સુધી એક ટીવી ચેનલ નિર્ધારીત કરવામાં આવશે. આ માટે ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક ક્લાસ એક ચેનલની સુવિધા ઉભી કરાવમાં આવશે.

રેડિયો, કોમ્યુનિટી રેડિયોનો  સદઉપયોગ કરવામાં આવશે.

દિવ્યાંગો માટે પણ અલગ પ્રકારના ખાસ અભ્યાસ સામગ્રી તૈયાર કરાવમાં આવશે.

મનરેગા

રૂપિયા 40,000 કરોડની ફાળવણી કરી રોજગારી સર્જન કરવામાં આવી રહ્યું છે.

300 દિવસ દૈનિક કામ આપવામા ંઆવશે. ચોમાસા દરમિયાન પ્રવાસી શ્રમિકોને તકલીફ ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મનરેગા માટે 61,000 કરોડનું બજેટ છે.

હેલ્થ ક્ષેત્ર સુધારા

જાહેર આરોગ્યમાં રોકાણ વધારવામાં આવ્યુ છે. હેલ્થ ક્ષેત્ર જાહેર ખર્ચમાં વધારો કરવામાં આવશે.

ગ્રામીણ ક્ષેત્ર હેલ્થ ઈન્સ્ટીટ્યુશન માટે રોકાણ કરવામાં આવશે. ગ્રામીણ તેમ જ શહેરી વિસ્તારોમાં વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે

ભવિષ્યમાં કોઈ મહામારી ન ઉદભવે તે માટે દેશમાં આવશ્યક પગલાં ભરવામાં આવશે.

એકીકૃત પબ્લિક હેલ્થ લેબ જીલ્લા તથા તાલુકા સ્તરે તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here