બોલિવૂડમાં રિમેક : કિલ-બિલની હિન્દી રિમેકમાં કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

0
0

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ટૂંક સમયમાં ક્વેંટિન તારાંટિનોના નિર્દેશનમાં બનેલી ક્લાસિક હિટ બોલિવૂડ ફિલ્મ કિલ બિલની હિન્દી રિમેકમાં જોવા મળશે. અનુરાગ કશ્યપ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે, જેમાં લીડ રોલ માટે કૃતિ સાથે વાતચીત ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, એક્ટ્રેસે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. કૃતિ સેનન સિવાય પણ ઘણા એક્ટર હોલિવૂડ ફિલ્મોના હિન્દી રિમેકમાં જોવા મળશે. જાણો તે સ્ટાર કોણ છે-

આમિર ખાન​​​​​​​
હોલિવૂડ ફિલ્મ- ફોરેસ્ટ ગમ્પ​​​​​​​​​​​​​​

બોલિવૂડ એક્ટર આમિર ખાન લાંબા સમય બાદ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. તે હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે જેમાં ટોમ હેંક લીડ રોલમાં હતો. ફિલ્મને 1994માં રિલીઝ કરવામાં આવી હતી. અપકમિંગ રિમેક ફિલ્મમાં આમિર ખાનની સાથે કરિના કપૂર ખાન લીડ રોલમાં છે.

ટાઈગર શ્રોફ
​​​​​​​
હોલિવૂડ ફિલ્મ- રેમ્બો​​​​​​​​​​​​​​

વૉર ફિલ્મની સફળતા બાદ ટાઈગર શ્રોફે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે એક અન્ય પ્રોજેક્ટ સાઈન કર્યો છે. આ ફિલ્મ સિલ્વેસ્ટર સ્ટેલોનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ રેમ્બોની હિન્દી રિમેક થવાની છે. જેનું ટાઈટલ પણ આવું જ હશે. આ ફિલ્મ વર્ષ 1982માં રિલીઝ થઈ હતી.

દીપિકા પાદુકોણ​​​​​​​
હોલિવૂડ ફિલ્મ- ધ ઈન્ટર્ન

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં 1995ની બ્લોકબસ્ટર હિટ હોલિવૂડ ફિલ્મ ધ ઈન્ટર્નની હિન્દી રિમેક ફિલ્મમાં જોવા મળશે. છેલ્લા કેટલાય સમયથી આ ફિલ્મ ચર્ચામાં છે. ઓરિજિનલ ફિલ્મમાં એના હાથવે અને રોબર્ટ ડે નિરો લીડ રોલમાં હતા, તેની જગ્યાએ દીપિકા પાદુકોણ અને રિશી કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, રિશીનું નિધન થયા બાદ હવે ઈન્ટર્નના રોલ માટે કાસ્ટિંગમાં ફેરફાર કરવામાં આવશે. ​​​​​​​

અનિલ કપૂર
હોલિવૂડ ફિલ્મ- રેડ

વેબ સિરીઝ 24 બાદ અનિલ કપૂર ફરીથી ડાયરેક્ટર અભિનય દેવની સાથે હાથ મિલાવ્યો છે. એક્ટર હોલિવૂડની એડવેન્ચર્સ ફિલ્મની રિમેક રેડમાં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે, જેનું દિગ્દર્શન અભિનય કરી રહ્યો છે. અસલી ફિલ્મમાં વ્રૂસ વિલ્લીજ, મોર્ગન ફ્રીમેનસ, જ્હોન માલ્કોવિક, હેલન મિરેન, કાર્લ અર્બન અને મેરી લૂઈસ પાર્કર લીડ રોલમાં હતા. ફિલ્મની આખી કાસ્ટને હજી સુધી ફાઈનલ નથી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here