રીમેકનો ટ્રેન્ડ : અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેકમાં કાર્તિક આર્યન દેખાશે

0
8

ઘણા મહિનાઓથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ થઈ રહી હતી કે કાર્તિક આર્યન ટૂંક સમયમાં સાઉથની પોપ્યુલર ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’માં દેખાવાનો છે. હાલમાં જ એક્ટરે આ ફિલ્મનાં સોંગ બોટા બોમ્મામાં જોરદાર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. એ પછીથી આ ન્યૂઝ સાચા પડ્યા છે. સાઉથ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી, તેમાં અલ્લુ અર્જુન અને પૂજા હેગડે લીડ રોલમાં હતા. કાર્તિક સાથે ફિલ્મમાં ક્રિતિ સેનન હોવાની ચર્ચા છે. આની પહેલાં આ જોડી લુકા છીપીમાં દેખાઈ હતી. અલા વૈકુંઠપુરમલો ઉપરાંત ઘણી બધી સાઉથ હિટ ફિલ્મોની હિન્દી રીમેક બનવાની છે. જાણીએ આ ફિલ્મ કઈ છે….

જર્સી

અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહ પછી શાહિદ કપૂર ટૂંક સમયમાં ડ્રામા ફિલ્મ ‘જર્સી’માં દેખાશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક છે. તેમાં મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક નિષ્ફળ ક્રિકેટર પર છે જે તેના દીકરાના કહેવા પર ફરીથી ક્રિકેટ રમવાના પ્રયત્નો કરે છે. અપકમિંગ ફિલ્મ જર્સીને ગૌથમ તિન્નાનુરી ડિરેક્ટ કરી રહ્યા છે. તેમણે જ ઓરિજનલ ફિલ્મ બનાવી હતી. ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે, બોક્સ ઓફિસ ક્લેશ અક્ષય કુમારની પૃથ્વીરાજ સાથે થશે.

જિગરઠંડા
સોનચિડિયા નિર્માતા અનિલ ચૌબે ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ‘જિગરઠંડા’ની હિન્દી રીમેક બનાવવાના છે તેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હોય તેવી શક્યતા છે. આ ફિલ્મના ન્યૂઝ 2019થી આવી રહ્યા છે. પણ હજુ કામ શરુ થયું નથી. શરુઆતમાં આ ફિલ્મ ફરહાન અખ્તર અને સંજય દત્ત લેવાના હતા અને અજય દેવગન અને નિશિકાંત કામત તેનું નિર્દેશન કરવાના હતા, પરંતુ હવે આ ફિલ્મ અનિલ ચૌબે સાથે જતી રહી છે.

ધુરુવંગલ પથિનારૂ
વરુણ ધવન ટૂંક સમયમાં કાર્થીક નરેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરુવંગલ પથિનારૂ’ની હિન્દી રીમેકમાં દેખાશે. આ અપકમિંગ રીમેક ફિલ્મનું ટાઈટલ સનકી હશે. વરુણ ધવન ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કરશે અને તેની સાથે પરિણીતી ચોપરા પણ હશે.

RX100
સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી ટૂંક સમયમાં સાઉથની હિટ ફિલ્મ ‘RX100’થી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા લીડ રોલમાં દેખાશે. RX100 શિવાની સ્ટોરી છે, જે પોતાની પ્રેમિકા ઇન્દુથી દૂર થયા પછી હિંસક બની જાય છે. મિલન મથુરિયાનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું ટાઈટલ તડપ રાખ્યું છે, આ વર્ષે ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

વિક્રમ વેધા
આર માધવન અને વિજય સેતુપતિ સ્ટારર સાઉથ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેક માટે સૈફ અલી ખાન અને રિતિક રોશનને પહેલેથી ફાઈનલ કર્યા છે. આ ફિલ્મમાં પોલીસ વિક્રમની સ્ટોરી હશે જે ક્રિમિનલ વેધાને શોધવા માટે ઘણા જોખમ ઉઠાવે છે. સરેન્ડર કર્યા પછી વેધાની સ્ટોરી સાંભળ્યા પછી વિક્રમના વિચાર બદલાય જાય છે.

કૈથી
અજય દેવગન ‘કૈથી’ની હિન્દી રીમેકમાં દેખાશે. એક્ટરે પોતે આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. ફિલ્મનાં ડિરેક્ટર જગન શક્તિ છે. હાલ કોરોનાને લીધે શૂટિંગ શરુ થયું નથી.

HIT
તેલુગુ એક્શન થ્રિલર ફિલ્મ HITની હિન્દી રીમેકમાં રાજકુમાર રાવ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ હોમી-સાઈડ ઇન્ટરવેંશન ટીમનાં પોલીસ વિક્રમની સ્ટોરી હશે. તેઓ પોતાના પાસ્ટ સાથે લડીને એક કિડનેપિંગનો કેસ સોલ્વ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here