Tuesday, September 21, 2021
Homeઉપાય : કોરોનામાં ખરાબ વિચાર અને સપનાં આવે તો સોશિયલ મીડિયાથી દૂર...
Array

ઉપાય : કોરોનામાં ખરાબ વિચાર અને સપનાં આવે તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું

કોરોના મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે, જેની અસર લોકોની માનસિકતા પર પડી રહી છે. એને લઇને રાજકોટના સિનિયર મનોચિકિત્સક ડો.ભાવેશ કોટક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખોટા અને ખરાબ વિચાર કે સપનાં આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાથી મન પ્રફુલ્લિત થાય છે. સંગીત સાંભળવું અને માઇન્ડને ડાઇવર્ટ કરી કોરોનાની વાતોથી દૂર રહેવું જોઈએ.

પ્રાથમિક ઉપાયમાં નેગેટિવ સમાચારથી દૂર રહો
ડો.ભાવેશ કોટકે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક ઉપાય નેગેટિવ સમાચારોથી આપણે દૂર રહીએ તેમજ પ્રાથમિક પ્રિકોશન જોવા જઇએ તો માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને વારંવાર હાથ સેનિટાઇઝ કરીએ તો કોરોના થવાની શક્યતા બહુ જ ઘટી જાય છે. આ કરવાથી આપણું મનોબળ મજબૂત બને છે. એમ્બ્યુલન્સની સાયરન વાગે એટલે લોકોના ધબકારા વધી જાય, ગભરામણ થવા લાગે. આને મનોવિજ્ઞાનની ભાષામાં એન્ઝાયટી સ્કેટ કહેવામાં આવે છે. આમાં લોકો હતાશા, તણાવ અનુભવવા લાગે છે તેમજ આનાથી પીડિત વ્યક્તિ બોલવા લાગે છે છે તે મરી જશે, જેને હતાશાના વિચારો કહેવામાં આવે છે.

વધારેપડતું ગભરામણ થાય તેને પેનિક અટેક કહેવાય
ડો. ભાવેશ કોટકે વધુમાં જણાવ્યું હતું કે વધારેપડતું ગભરામણ થવા લાગે એને પેનિક એટેક કહેવામાં આવે છે. વધારેપડતું સ્ટ્રેચ મગજમાં વધી જાય ત્યારે વ્યક્તિને આવાં બધાં લક્ષણો જોવા મળે છે. આમાં ધબકારા વધી જાય, છાતી ભીંસાતી હોય એવું લાગે, મોઢું સુકાવા લાગે, શરીરમાં પરસેવો વળી જાય, હાથ-પગમાં ખાલી ચડી જાય, પગ બળવા લાગે, ઊંઘમાં ખરાબ સપનાં આવે, આવું બધું થતું હોય છે. આના ઉપાય એટલો જ છે કે પ્રાથમિક પ્રિકોશનનું પાલન કરીએ તેમજ નેગેટિવ સમાચારો આવતા હોય એ જોવાનો કંટ્રોલ કરીએ. સવારે અખબારના સમાચાર જોઇ લીધા પછી આખો દિવસ કોરોનાના બ્રેકિંગ ન્યૂઝ કરીને સમાચારો આવે છે, એને નજરઅંદાજ કરીને જોવા. સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને પણ ધ્યાને ન લેવા જોઇએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

મનને કેવી રીતે પ્રફુલ્લિત રાખવું એના ઉપાયો
ડો.ભાવેશ કોટકે વધુમાં જણાવ્યું હતું કે કાઉન્સેલિંગની ભાષામાં આનો ઉપાય એકદમ સરળ છે. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું છે. ત્યાં લોકોને પોતાના પ્રશ્નો ખુલ્લે મને કહી દેવામાં આવે છે. બાદમાં મનોચિકિત્સક એની પાસે ઊંડા શ્વાસ લેવડાવે, મનને કેવી રીતે પ્રફુલ્લિત રાખવું એનાં સૂચનો આપે છે. આ કરવાથી માનસિક રીતે પીડાતા લોકોને રિલેક્સ મળે છે તેમજ આપણે જે ભગવાનને માનતા હોઇએ તેમનું સ્મરણ કરવાથી પણ મન પ્રફુલ્લિત રહે છે અને રિલેક્સ રહે છે.

માઇન્ડ ડાઇવર્ટ કરવાથી પણ રાહત રહે છે
આપણે ટીવી જોતા હોઇએ અને કોઇ મોટો બનાવ આવે તો તમે તરત જ ઘરની બહાર કે બાલ્કનીમાં જતા રહો અને ખુલ્લી હવા લો. માઇન્ડ ડાઇવર્ટ કરવાથી પણ હતાશા દૂર થાય છે. ફિઝિકલ પોઝિશન છે એ પણ બદલી નાખવાથી ઘણો ફરક પડે છે. આ સિવાય કસરતો કરવી જોઇએ. જેથી બેઠાડું જીવન થઇ ગયું હોય તો શરીરને ફાયદો થાય અને વિચારોથી મુક્ત બની શકો છે. લોકોએ કોઇ હોબી ડેવલપ કરવી જોઇએ. આ સિવાય બાળકો સાથે સમય પસાર કરો તો સૌથી શ્રેષ્ઠ કહેવાય. મ્યુઝિક સાંભળીએ, નવું શીખતા રહીએ તો મન એમાં ડાઇવર્ટ થઇ જાય અને જૂના વિચારો આવતા બંધ થઇ જાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

લોકોને કેવી કેવી તકલીફો થાય છે
-સતત એમ્બ્યુલન્સનાં સાયરન સંભળાય છે
-સપનાંમાં ચિતાઓ દેખાય છે
-નૂડલ્સમાં જીવડા દેખાય છે
-ઊંઘમાં હે રામ હે રામ લોકો બોલતા હોય છે,
-અલગ-અલગ વાયરસરૂપી કોરોનાના જીવડા દેખાતા હોય છે
-ડરને કારણે અનેક લોકો સતત સેનિટાઈઝર વાપરે છે
-આવા અનેક પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments