ઝી રિશ્તે અવોર્ડ 2020 : સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને અંકિતા લોખંડે ઈમોશનલ થઇ, આંખમાં આંસુ સાથે બોલી….

0
19

એક્ટ્રેસ અંકિતા લોખંડેએ હાલમાં જ ‘ઝી રિશ્તે અવોર્ડ્સ 2020’ માટે સ્પેશિયલ શૂટ કર્યું છે. જેના મારફતે તેણે એક્સ બોયફ્રેન્ડ લેટ સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યુટ આપ્યું. આ દરમ્યાન એવું પણ બન્યું કે, જ્યારે અંકિતા ઈમોશનલ થઇ ગઈ અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા.

અંકિતાએ કહ્યું, અમારો અમર સંબંધ છે

સેટ પર હાજર એક સૂત્રે જણાવ્યું કે, ‘અંકિતાએ તેનું પરફોર્મન્સ એટલું સુંદર આપ્યું કે દરેક ચકિત થઇ ગયા. આ દરમ્યાન સુશાંતને યાદ કરીને અંકિતા ભાવુક થઇ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે તેના એક્સ બોયફ્રેન્ડ વિશે વાત કરતા કહ્યું કે, ‘પવિત્ર રિશ્તા’ નહીં અમારો અમર સંબંધ છે. અમે બધા તને ખૂબ મિસ કરીએ છીએ સુશાંત.’

‘પવિત્ર રિશ્તા’ના રોલમાં પરફોર્મ કર્યું

સૂત્રે આગળ જણાવ્યું કે, અંકિતાએ આ સ્પેશિયલ એક્ટ ‘પવિત્ર રિશ્તા’ સિરિયલના તેના કેરેક્ટરમાં પરફોર્મ કર્યો હતો. તેણે શોના ટ્રેક ‘સાથિયા તુને ક્યા કિયા’ સાથે ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના સોન્ગ ‘કૌન તુજે’, ‘રાબતા’ ફિલ્મના સોન્ગ ‘મેં તેરા બોયફ્રેન્ડ’ અને ‘કેદારનાથ’ ફિલ્મના ‘સ્વીટહાર્ટ’ અને ‘નમો નમો’ સોન્ગ પર ડાન્સ કર્યો. તેના પરફોર્મન્સમાં ‘કાઈ પો છે’ અને ‘દિલ બેચારા’ના સોન્ગ પણ સામેલ હતા.

14 જૂને ઘરમાં સુશાંત મૃત હાલતમાં મળ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આ વર્ષે 14 જૂને થયું હતું. તેનું મૃત શરીર તેના મુંબઈ સ્થિત ઘરમાં મળ્યું હતું. અંકિતા અને સુશાંત શો ‘પવિત્ર રિશ્તા ‘ના સેટ પર નજીક આવ્યા હતા. બંને 6 વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં હતા અને પછી 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here