હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચેલા રેમો ડિસોઝાનું સ્વાગત થયું

0
12

એક અઠવાડિયા પહેલાં હોસ્પિટલમાં હાર્ટ અટેકને કારણે એડમિટ થયેલા ડિરેક્ટર- કોરિયોગ્રાફર રેમો ડિસોઝા શુક્રવારે ડિસ્ચાર્જ થઇ ગયા છે. ગયા શુક્રવારે રેમોની એન્જિયોપ્લાસ્ટી થઇ હતી, જેમાં બ્લોકેજ દૂર કરાયાં હતા. હવે તે ઘરે પરત આવી ગયો છે. રેમોની પત્ની લિઝેલે આ વાત કન્ફર્મ કરી છે.

ઇન્ડસ્ટ્રીના મિત્રો મળવા આવ્યા
46 વર્ષીય રેમો શુક્રવારે બપોરે જ ઘરે પહોંચ્યો. આ વાત ખુદ રેમોએ સોશિયલ મીડિયા પર શેર કરી. તેણે પોસ્ટમાં લખ્યું, તમારા બધાના પ્રેમ, દુઆ અને આશીર્વાદ માટે આભાર. હું પરત આવી ગયો છું. આટલા સુંદર સ્વાગત માટે આભાર, મારા બધા મિત્રોનો આભાર. છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન રેમોની તબિયત પૂછવા માટે આમિર અલી, ધર્મેશ યેલાંડે, રાઘવ જુયાલ, અહમદ ખાન પહોંચ્યા હતા. બધાએ સોશિયલ મીડિયા પર રેમોની હેલ્થ અપડેટ આપી હતી.

રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા બાદ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચને પણ રેમો જલ્દી સ્વસ્થ થાય તે માટે કામના કરી હતી. બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ, મારી પ્રાર્થના તમારી સાથે છે.

કોરિયોગ્રાફરથી ડિરેક્ટર બન્યા છે રેમો
રેમોના પરિવારમાં તેની પત્ની લિઝેલ અને બે દીકરા ધ્રુવ અને ગેબ્રિઅલ છે. રેમો બોલિવૂડના ટોપ કોરિયોગ્રાફર્સમાંના એક છે. તેણે ‘કાંટે’, ‘ધૂમ’, ‘રોક ઓન’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ‘ફાલતૂ’, ‘ABCD’, ‘ABCD 2’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ જેવી ફિલ્મો પણ બનાવી છે. રેમો ઘણા રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here