હાર્ટ અટેક બાદ ઈમોશનલ સપોર્ટ આપવા બદલ રેમો ડિસોઝાની પત્નીએ સલમાનનો આભાર માન્યો, કહ્યું- ‘ભાઈ તમે એન્જલ છો’

0
7

બોલિવૂડ ડિરેક્ટર તથા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને થોડાં દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રેમોને હાર્ટ અટેક આવ્યો હતો અને તે થોડો સમય હોસ્પિટલમાં હતો. હવે રેમોની તબિયત સારી છે. સારવાર દરમિયાન રેમોને સલમાન ખાને સપોર્ટ કર્યો હતો. હવે રેમોની પત્ની લિઝેલે સલમાન ખાનનો આભાર માન્યો હતો અને તેને એન્જલભાઈ કહ્યો હતો.

લિઝલે પતિ સાથેની તસવીર શૅર કરી

લિઝેલે સોશિયલ મીડિયામાં પતિ સાથેની તસવીર શૅર કરી હતી. તસવીર શૅર કરીને લિઝેલે કહ્યું હતું, ‘અત્યાર સુધીની મારી સૌથી સારી ક્રિસમસ ગિફ્ટ. આ ક્ષણને હંમેશાં સંભાળીને રાખીશ. છેલ્લું એક અઠવાડિયું ભાવનાત્મક રીતે ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું અને હવે તને ગળે લગાવી રહી છું. મને ખબર છે કે હું તારી સામે સુપરવુમન જેવું વર્તન કરું છું. જોકે, અચાનક જ મને નાનકડાં બાળક જેવી લાગણી થઈ, જે ક્યાંક ખોવાઈ ગયું છે.’

આ વાત પર વિશ્વાસ હતો

વધુમાં લિઝેલે કહ્યું હતું, ‘મને એક જ વાત પર વિશ્વાસ હતો, તે ભગવાન પર હતો અથવા તો તે આપેલા વચન પર હતો કે તું કોઈ પણ યૌદ્ધાની જેમ લડીને પરત આવીશ.’

સલમાનને એન્જલ કહ્યો

લિઝેલે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું હતું, ‘હું દિલથી સલમાન ખાનનો આભાર માનું છું. તેમણે સતત ઈમોશનલ સપોર્ટ આપ્યો હતો. બહુ બહુ જ આભાર ભાઈ તમે એક એન્જલ છો, જે હંમેશાં હાજર હોય છે.’

રેમોએ ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો શૅર કર્યો

11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યો હતો

રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા બાદ કોકિલાબેન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. 46 વર્ષીય રેમોને હાર્ટમાં બ્લોકેજ હતું. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. રેમોની તબિયતના સમાચાર સાંભળીને સેલેબ્સ તથા ચાહકોએ પ્રાર્થના કરી હતી

સલમાન-રેમોએ ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું

રેમો ડિસોઝા તથા સલમાન ખાને ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને રેમોએ ડિરેક્ટ કરી હતી. મલ્ટીસ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મને ખરાબ રીતે વખોડી નાખી હતી. ફિલ્મ બાદ એવી ચર્ચા હતી કે સલમાન તથા રેમોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here