હાર્ટ અટેક આવ્યા બાદ રેમોએ હોસ્પિટલમાં હીરો સ્ટાઈલમાં પોઝ આપ્યો, આમિર અલીએ કહ્યું- મારો ભાઈ પાછો આવ્યો

0
0

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવારે હાર્ટ અટેક આવ્યા બાદ મુંબઈમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. તેની તબિયત સુધરી રહી છે. ટીવી એક્ટર આમિર અલીએ રેમોની હેલ્થ અપડેટ આપી હતી અને હોસ્પિટલની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રેમો હીરો સ્ટાઈલમાં પોઝ આપે છે. આમિર અલીએ કહ્યું હતું, ‘મારો ભાઈ પાછો આવ્યો.’

આ પહેલાં રેમોની પત્ની લિઝેલે સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેની હેલ્થ અપડેટ આપી હતી. આ વીડિયોમાં રેમો ગીત પર તેના પગ થિરકાવતો દેખાઈ રહ્યો છે. વીડિયો શેર કરી લિઝેલે લખ્યું, પગથી નાચવું એક વાત છે અને દિલથી નાચવું એક એલગ વાત છે. રેમો ડિસોઝા. પ્રાર્થનાઓ અને આશીર્વાદ માટે તમારા બધાનો આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે રેમોના ફેન્સ અને બોલિવૂડના ઘણા સેલેબ્સ તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને પણ રેમો માટે એક પોસ્ટ શેર કરી હતી. અમિતાભે એક ફેન દ્વારા શેર કરેલા વીડિયોને શેર કર્યો હતો. આ વીડિયો રિયાલિટી શોનો છે. તેમાં અમુક પાર્ટિસિપન્ટે પરફોર્મ કર્યું હતું અને રેમો તેનાં વખાણ કરી રહ્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતાં બિગ બીએ લખ્યું, ‘તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ, મારી પ્રાર્થના તમારી સાથે છે.’

રેમોને VIP જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો
રિપોર્ટ્સ મુજબ, રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા પછી ઇમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરીને બ્લોકેજ હટાવવામાં આવ્યા હતા. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ડોક્ટર્સે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. પહેલે જ દિવસે રેમો દવાઓ પર પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યો છે અને અત્યારે તેની હાલત ઘણી સ્થિર છે. હવે તેને VIP જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જ્યાં તેની પત્ની લિઝેલ તેની સાથે હંમેશાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here