બોટલ હટાઓ : રોનાલ્ડો પછી હવે આ ફૂટબોલરે પણ કોકા કોલાની બોટલો હટાવી

0
2

યુરો 2020 સોફ્ટ ડ્રિન્ક કંપની કોકા કોલા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. પોર્ટુગલના પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી હવે ઈટલીના મેન્યુઅલ લોકાતેલી પણ તેમના જ પગલે ચાલ્યા છે. લોકાતેલીએ સ્વિત્ઝરલેન્ડ સામેની મેચમાં બે ગોલ કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. આ મેચ પછી જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે તેમના ટેબલ પર બે કોકા કોલાની બોટલ મૂકેલી હતી. આ ખેલાડીએ પણ રોનાલ્ડોની જેમ કોકા કોલાની બે બોટલો સાઈડમાં મૂકી દીધી હતી.

 

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોકા કોલાની બોટલ હટાવીને દરેકને આશશ્ચર્યચકિત કરી દીધા હતા. રોનાલ્ડોના આ વર્તનના કારણે કોકા કોલા કંપનીને ઘણું નુકસાન પણ થયું હતું. રોનાલ્ડોની જેમ જ હવે એક ફૂટબોલરે પણ આવું વર્તન કર્યું છે.

 

ફ્રાન્સના મિડફિલ્ડર પોલ પોગ્બાએ મેચ પછી પ્રેસ કોન્ફરન્સ શરૂ થતાં પહેલાં ટેબલ પર મુકેલી Heineken બિટરની બોટલ હટાવી દીધી હતી. પોગ્બાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાત એવી છે કે, જર્મની સામે મેચ પછી પોલ પોગ્બા પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા હતા. અહીં તેમના ટેબર પર બિયરની બોટલ મૂકેલી હતી જે તેણે તાત્કાલિક હટાવી દીધી હતી. નોંધનીય છે કે, UEFA Euroની કોકા કોલાની જેમ જ Heineken ઓફિશિયસ સ્પોન્સર છે.

રોનાલ્ડોએ શું કર્યું હતું
નોંધનીય છે કે, અત્યારે યુરો કપ રમાઈ રહી છે. પોર્ટુંગલ ટીમના કેપ્ટન રોનાલ્ડોએ મેચ પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોનાલ્ડો જ્યારે પ્રેસ કોન્ફરન્સવાળા ટેબલ પર આવ્યા ત્યારે ત્યાં બે કોકા કોલાની અને એક પાણીની બોટલ પડી હતી. રોનાલ્ડોએ ત્યાં મુકેલી કોકો કોલાની બંને બોટલ હટાવી દીધી અને પાણીની બોટલ ઉપાડીને કહ્યું હતું કે, ‘Drink Water’.

Cokeને 30 હજાર કરોડનું નુકસાન
આ 25 સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેરનો ભાવ ગણતરીની મિનિટોમાં ડાઉન થવાનો શરૂ થઇ ગયો હતો. જોતજોતાંમાં કંપનીના શેર 4 બિલિયન ડોલર (આશરે 30 હજાર કરોડ રૂપિયા) જેટલા પડી ભાંગ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યુરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખૂલ્યું હતું, જેમાં એ સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યાર પછી ગણતરીની મિનિટમાં કોકા કોલાના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ 55.22 ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કંપનીના શેરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીને આશરે 30 હજાર કરોડ રૂપિયાનો ફટકો પણ પડ્યો છે.

કોકા કોલાની પ્રતિક્રિયા
કોકા કોલા 11 દેશમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારની પ્રેસ-કોન્ફરન્સ કે મેચ પછી અમે ખેલાડીઓને સોફ્ટ ડ્રિંક આપીએ છીએ. હવે આ સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું કે નહીં એ તેમની અંગત પસંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here