સેગમેન્ટના મોસ્ટ પાવરફુલ એન્જિન સાથે રેનો ડસ્ટરનું 1.3 ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા

0
21

દિલ્હી. રેનોએ 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ પોપ્યુલર SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) ડસ્ટરની કિંમત જાહેર કરી દીધી છે. આ કારની પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ત્રણ ટ્રિમ્સ RXE, RXS અને RXZ તેમજ CVT ટ્રાન્સમિશનમાં બે ટ્રિમ RXS અને RXZ મળશે. CVTથી સજ્જ મોડેલની પ્રારંભિક કિંમત 12.99 લાખ રૂપિયા છે. નવી ટર્બો પેટ્રોલ ડસ્ટર માર્કેટમાં પહેલેથી અવેલેબલ 1.5 લિટર પેટ્રોલ ડસ્ટર સાથે વેચવામાં આવશે, જે અગાઉથી જ 8.59 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતમાં મળે છે.

2020 રેનો ડસ્ટર વેરિઅન્ટ પ્રમાણે એક્સ શો રૂમ કિંમત
વેરિઅન્ટ 1.5 લિટર પેટ્રોલ (MT) 1.3 લિટર ટર્બો પેટ્રોલ (MT) 1.3લિટર ટર્બો પેટ્રોલ (CVT)
RXE 8.59 લાખ રૂપિયા 10.49 લાખ રૂપિયા
RXS 9.39 લાખ રૂપિયા 11.39 લાખ રૂપિયા 12.99 લાખ રૂપિયા
RXZ 9.99 લાખ રૂપિયા 11.99 લાખ રૂપિયા 13.69 લાખ રૂપિયા

 

નવું એન્જિન કેટલું પારવફુલ?

  • નવું 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અગાઉ નિસાન કિક્સમાં પણ આપવામાં આવ્યું છે અને આ એન્જિન આ સેગમેન્ટમાં મોસ્ટ પાવરફુલ ગણાય છે. આ 1.5 લિટર K9K ડીઝલ એન્જિનની જગ્યા લે છે, જે એક મહત્ત્વપૂર્ણ પાવરટ્રેન હતું અને તેને રેનો-નિસાનની ગાડીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
  • પાવર અને ટોર્ક પ્રમાણે જોવા જઇએ તો 1.3 લિટર ટર્બો પેટ્રોલ 5500rpm પર 156PS પાવર જનરેટ કરે છે અને 1600rpm પર 254Nm ટોર્ક જનરેટ કરે છે.
  • ટર્બો પેટ્રોલ ડસ્ટરમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ CVT ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવ્યા છે.
  • કંપનીએ દાવો કર્યો છે કે, મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં લિટર દીઠ 16.5 કિમી અને CVT ટ્રાન્સમિશનમાં લિટર દીઠ 16.42 કિમીની એવરેજ મળશે.
  • આ ઉપરાંત, 106hp પાવર જનરેટ કરતું 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ વેચાણ માટે અવેલેબલ થશે. તેમાં માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે.

લેટેસ્ટ ફીચર્સ

  • 2020 રેનો ડસ્ટરના ટોપ RXZ વેરિઅન્ટમાં 17 ઇંચના એલોય વ્હીલ, ફ્યુલ સેવિંગ એન્જિન સ્ટાર્ટ સ્ટોપ ફંક્શન અને રિમોટ પ્રિ-કૂલિંગ કેબિન રૂપે અનેક અપડેટ્સ આપવામાં આવી છે.
  • જૂનાં ફીચર લિસ્ટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તેમાંકારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 8 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ અને સેફ્ટી માટે ABS, એન્જિન ઇમ્મોબિલાઇઝર, ડ્રાઇવર અને ફ્રંટ પેસેન્જર એરબેગ, ડ્રાઇવર અને પેસેન્જર સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન વિથ બ્રેક આસિસ્ટ અને રિપેડ ડિસીલરેશન વોર્નિંગ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here