ડ્યુઅલ ટોન કલર અને પ્રીમિયમ ઇન્ટરિયરથી સજ્જ રેનો ક્વિડ નિયોટેક લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 4.29 લાખ રૂપિયા

0
0

રેનો ઇન્ડિયાએ તેની પોપ્યુલર હેચબેક ક્વિડની નવી નિયોટેક એડિશન લોન્ચ કરી છે. આ એડિશનની ખાસ વાત એ છે કે તેમાં ડ્યુઅલ ટોન કલર મળશે. તેની પ્રારંભિક કિંમત 4,29,800 રૂપિયા રાખવામાં આવી છે, જે 0.8 લિટર એન્જિન માટે છે. તેમજ, 0.8 લિટરના STD વેરિઅન્ટની કિંમત 2,99,800 રૂપિયા છે. એટલે કે, નિયોટેકની કિંમત 1,30,000 રૂપિયા વધારે છે.

ક્વિડના નિયોટેક વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટ કિંમત
નિયોટેક 0.8 L 429800 રૂપિયા
નિયોટેક 1.0L MT 451800 રૂપિયા
નિયોટેક 1.0L ईजी-R 483800 રૂપિયા

 

કંપની ક્વિડના 3.5 લાખ યૂનિટ વેચી ચૂકી છે. આ અચીવમેન્ટને સેલિબ્રેટ કરવા તેણે આ સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. નોર્મલ મોડેલ કરતાં આનો લુક વધારે સારો છે. કારનું ઇન્ટિરિયર પણ આકર્ષક છે. કંપનીનું કહેવું છે કે, તે ડ્યુઅલ-ટોન કલર સેગમેન્ટમાં સૌથી સસ્તી કાર છે. આ કારને ઝાંસ્કર બ્લુ બોડી સાથે સિલ્વર રૂફ અથવા સિલ્વર બોડી સાથે ઝાંસ્કર બ્લુ રૂફમાં ખરીદી શકાશે.

ક્વિડ નિયોટેક એન્જિન ડિટેલ્સ

કંપનીએ તેના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, તે નોર્મલ વેરિઅન્ટની જેમ 0.8 લિટર અને 1.0 લિટરના બે એન્જિન ઓપ્શનમાં આવશે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ખરીદી શકાય છે. 0.8 લિટર એન્જિન 53bhp પાવર અને 72Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તે 5 ગિયરબોક્સથી સજ્જ છે. તેમજ, 1.0 લિટર એન્જિન 67bhp પાવર સાથે 91Nm ટોર્ક જનરેટ કરે છે. તમે તેને 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ખરીદી શકશો.

ક્વિડ નિયોટેકનું ઇન્ટિરિયર

તેમાં 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ સપોર્ટ સાથે આવે છે. તેમાં ABS, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડિજિટલ સ્પીડોમીટર, મેન્યુઅલ એસી, પાવર સોકેટ, ડ્રાઇવર સાઇડ એરબેગ સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઇન્ડિયન માર્કેટમાં તેની ટક્કર મારુતિ અલ્ટો, મારુતિ S-Presso, ડેટ્સન રેડી ગો, હ્યુન્ડાઇ i10, ટાટા ટિયાગો વગેરે ગાડીઓ સાથે થશે.

ક્વિડના તમામ વેરિઅન્ટની દિલ્હી એક્સ શો રૂમ કિંમત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here