Friday, August 6, 2021
Homeભારતમાં 28 ઓગસ્ટે રેનો ટ્રાઈબર લોન્ચ થશે, ગ્રાહકો 11 હજાર રૂપિયા આપીને...
Array

ભારતમાં 28 ઓગસ્ટે રેનો ટ્રાઈબર લોન્ચ થશે, ગ્રાહકો 11 હજાર રૂપિયા આપીને બુક કરાવી શકે છે

ઓટો ડેસ્ક. રેનો પોતાની નવી ‘ટ્રાઈબર’ 28 ઓગસ્ટે ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. તેનું બુકિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે, ગ્રાહક 11 હજાર રૂપિયા આપીને તેને બુક કરાવી શકે છે. તે એક સબ-ફોર-મીટર સાત સીટવાળી MPV (મલ્ટી પર્પઝ વ્હિકલ) હશે. કંપનીએ તેને સીએમએફ-એ પ્લેટફોર્મ પર બનાવી છે.

રેનો ટ્રાઈબરની ડિઝાઈન રેનોની જ બીજી કાર ‘ક્વિડ’ જેવી દેખાય છે. તેનું કેબિન ડ્યૂઅલ-ટોન કલર સ્કીમમાં હશે. ટ્રાઈબરમાં 8.0 ઈંચની ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. તેના ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં 3.5 ઈંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે.

રેનોની આ કારમાં ત્રણ હરોળમાં 7 સીટ છે. ત્રીજી હરોળની સીટને જરૂર ન હોય તો કાઢી શકાય છે અને તે જગ્યાનો ઉપયોગ વસ્તુ રાખવા માટે કરી શકાય છે. ત્રીજી હરોળની સીટો કાઢી નાખવાથી એટલે કે 5 સીટર વર્ઝનમાં તેની બૂટ સ્પેસ વધારીને 625 લીટરનું કરી શકાય છે.

રેનો ટ્રાઈબરમાં 999cc, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 72 હોર્સ પાવરનો થ્રસ્ટ અને 96Nmનો ટોર્ક જનરેટ કરશે. તે ઉપરાંત તે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ગિઅરબોક્સમાં ઉપલબ્ધ હશે. માનવામાં આવી રહ્યું છે કે, એન્જિન સારી એવરેજ આપશે.

રેનો ટ્રાઈબરની લંબાઈ 3990 એમએમ, પહોળાઈ 1739 mm, ઉંચાઈ 1643 mm, વ્હીલબેસ 2636 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 183 mm અને તેનું કર્બ વજન 947 કિગ્રા હશે. 4 મીટર કરતાં ઓછી લંબાઈ હોવા છતાં તેમાં કેટલી સ્પેસ મળી શકશે તે જોવું રસપ્રદ થઈ રહેશે. કારમાં 40 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.

સેફ્ટી માટે નવી રેનો ટ્રાઈબરમાં ડ્યૂઅલ ફ્રંટ એરબેગ્સ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), રિઅર પાર્કિંગ સેન્સર અને હાઈ-સ્પીડ અલર્ટ જેવાં ફીચર છે. ટ્રાઈબરના હાઈ એન્ડ મોડેલમાં એક રિવર્સ કેમેરા અને ચાર એરબેગ્સ મળશે. કંપનીએ તેની શરૂઆતી કિંમત 5.7 લાખ રૂપિયા રાખી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments