રેનોની અપકમિંગ સ્પોર્ટી કોમ્પેક્ટ SUVનો સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક રિલીઝ થયો, પ્રારંભિક કિંમત ₹5.75 લાખ રહેવાની શક્યતા

0
11

એકબાજુ નિસાન તેની SUV મેગ્નાઇટ લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ત્યારે બીજીબાજુ રેનો પણ સેગમેન્ટમાં પોતાની હાજરીની અનુભૂતિ કરાવવા મહેનત કરતી જોવા મળી રહી છે. રેનોએ તાજેતરમાં જ તેની કોમ્પેક્ટ SUVનું વીડિયો ટીઝર રિલીઝ કરી દીધું છે. ફ્રેન્ચ ઓટોમોબાઇલ કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે, જો કોરોનાના કારણે સપ્લાય ચેન પર અસર ન પડતી તો બ્રાંડ અત્યાર સુધી તેની સબ ફોર મીટર SUV લોન્ચ કરી ચૂકી હોત.

કંપનીએ ટીઝરમાં તેની SUVનું વર્ચ્યુઅલ વર્ઝન રજૂ કરી દીધું છે. એવી અપેક્ષા છે કે તેનું પ્રોડક્શન વર્ઝન આવતા વર્ષના પ્રારંભમાં શોરૂમમાં એન્ટ્રી કરશે. કંપનીએ કહ્યું કે તે નવા રોમાંચ માટે તૈયાર છે.

આ ગાડીઓ સાથે ટક્કર થશે

  • રેનોની નવી કોમ્પેક્ટ SUVના પ્રોડક્શન વર્ઝનનું નામ કિગર હોઈ શકે છે.
  • માર્કેટમાં આ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, હ્યુન્ડાઇ વેન્યૂ, કિઆ સોનેટ, ટોયોટા અર્બન ક્રુઝર, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV300 અને હોન્ડા WR-V સાથે સ્પર્ધા કરશે.
  • ટીઝર ઘણાં સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ હિંટ આપી રહી છે કે રેનોની અપકમિંગ કોમ્પેક્ટ SUVમાં એક સ્પોર્ટી અપીલ જોવા મળશે.

ટીઝરમાં આ ડિઝાઇન એલિમેન્ટ્સ જોવા મળશે

  • આ ટીઝરમાં ટેલગેટ, ડબલ બબલ ટાઇપ સ્પોઇલર, 3D LED ટેલલેમ્પ, અનોખા લીલા રંગની ઝગમગતી રોશની સાથે બૂમરેંગ આકારના પાતળા LED હેડલેમ્પ્સ, કાળા રંગના પિલર્સ, વિંગ મિરર્સ અને રૂફમાં કૂપ જેવી ડિઝાઇન, બોડી પેનલ અને કેરેક્ટર લાઇન, સ્કેડ રિઅર વિંડશિલ્ડ અને ફ્લશ ટાઇપ ગ્લિટરિંગ ડોર હેન્ડલ આપવામાં આવ્યું છે.
  • કંપની આગામી કેટલાક અઠવાડિયાંમાં તેની કોમ્પેક્ટ SUV રજૂ કરશે એવી આશા છે. નિસાન મેગ્નાઇટની જેમ કિગરમાં ઘણું બધું હશે કારણ કે, CMF-A+ પ્લેટફોર્મ જે પહેલેથી રેનો ટ્રાઇબરમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે ઓવરઓલ કોસ્ટ ઓછી કરવામાં મદદ કરે છે.

પ્રારંભિક કિંમત 5.75 લાખ રૂપિયાની આસપાસ હશે

મેગ્નાઇટની જેમ કિગરની કિંમત પણ સ્પર્ધાત્મક હશે, જે 5.75-9.5૦ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે રહેવાની શક્યતા છે.

પર્ફોર્મન્સ માટે તેમાં એક 1.0 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને એક 1.0 લિટર ટર્બો થ્રી પોટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. ટોપ એન્ડ વેરિઅન્ટને CVT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here