Friday, March 29, 2024
Homeદુઃખદ : જાણીતા સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમનું નિધન, કોરોના સામે 50 દિવસ બાદ...
Array

દુઃખદ : જાણીતા સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમનું નિધન, કોરોના સામે 50 દિવસ બાદ જંગ હાર્યા.

- Advertisement -

બોલિવૂડના દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 5 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે સારવાર દરમિયાન ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમશ્વાશ લીધા હતા.

બાલા સુબ્રમણ્યમને સલમાન ખાનની અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સલમાનના અનેક હિટ ગીતો ગાયા છે. ગુરૂવારના તેમની હાલત ઘણી જ ગંભીર હોવાના સમાચાર બાદ સલમાન ખાને તેઓ જલદી ઠીક થાય તેવી પ્રાર્થના કરી હતી. સલમાન ખાને ટ્વીટ કર્યું હતુ કે, ‘બાલા સુબ્રમણ્યમ સર, તમે જલદી સાજા થાઓ તે માટે હ્રદયપૂર્વક સંપૂર્ણ તાકાત અને દુઆ આપું છું. તમે જે પણ મારા ગીતો ગાયા છે તેને ખાસ બનાવવા માટે આભાર, તમારો દિલ દીવાનો હીરો પ્રેમ, લવ યૂ સર.’

એસપી બાલા સુબ્રમણ્યમ જ્યારે કોરાનાથી સંક્રમિત થયા હતા તો તેમણે એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતુ કે તેમને ખાસ પરેશાની નથી, પરંતુ પરિવારના કહેવા પર એડમિટ થયા છે. તેમણે ફેન્સને કહ્યું કે ચિંતા ના કરે તેઓ જલદી ઠીક થઈને આવશે. ત્યારબાદ તેમની હાલત સતત બગડતી રહી. તો 14 સપ્ટેમ્બરના તેમના દીકરા તરફથી અપડેટ હતી કે તેમની હાલતમાં સુધારો છે.

એસપી બાલા સુબ્રમણ્યમે 16 ભારતીય ભાષાઓમાં લગબગ 40 હજારથી વધારે ગીતો ગાયા છે. તેમને પદ્મશ્રી (2001) અને પદ્મભૂષણ (2011) જેવા સન્માનો સહિત અનેક એવૉર્ડ્સ પણ મળે છે. એસપી બાલા સુબ્રમણ્યમે પહેલા હિંદી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ (1981)માં કામ કર્યું હતુ. આ ફિલ્મ માટે તેમને નેશનલ ફિલ્મ એવૉર્ડ ફૉર બેસ્ટ મેલ પ્લેબેક સિંગર એવૉર્ડ મળ્યો હતો. 1989માં તેમણે સલમાન ખાન માટે ગીતો ગાવાનું શરૂ કર્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular