- Advertisement -
ખેડા શહેરનો વાત્રક કમાન બ્રિજ સમારકામ કરવા એક મહિના માટે બંધ કરાયો હતો. જેને બે મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં અગમ્ય કારણોસર સમારકામનું કામ ખોરંભે ચડયું છે.
વાત્રક કમાન બ્રિજ પર ડામર ઉખાડી તેનો સોલીડ વેસ્ટ બ્રિજ પર જ પડયો છે. અગાઉ બ્રિજનું સમારકામ કર્યા બાદ ચોમાસાના પ્રથમ વરસાદે જ રોડ વચ્ચે મોટા ખાડા પડી ગયા હોવાનો આક્ષેપ શહેરીજનોએ લગાવ્યો છે. ત્યારે આ વખતે બ્રિજનું વ્યવસ્થિત સમારકામ કરાવવામાં આવે અને ફરીથી રસ્તો ખખડધજ ના બને તેવી માંગ ઉઠી છે. ઉપરાંત હરિયાળાથી ખેડા તરફ આવતા વાહનો માટે ખેડા તરફની દિશા સૂચન બોર્ડ ગેરમાર્ગે દોરતું હોવાના આક્ષેપો ઉઠયા છે.