બહુચરાજી : અલકાપુરી સોસાયટીમાં ગટરના પાણીની દુર્ગંધથી રહીશો તોબા.

0
7

બહુચરાજીની અલકાપુરી સોસાયટીમાં ગટર લાઇનની કુંડી છેલ્લા 6 મહિનાથી લીકેજ હોવા છતાં કોઇ પગલાં નહીં લેવાતાં સ્થાનિક રહીશો દુર્ગંધથી તોબાહ પોકારી ઊઠ્યા છે.બહુચરાજીની અલકાપુરી સોસાયટીમાંથી પસાર થતી મુખ્ય ગટર લાઇનની કુંડી છેલ્લા 6 મહિનાથી ઊભરાય છે અને તેનું પાણી કેનાલમાં ભરાય છે. આ પાણી ભરાઇ રહેવાના કારણે અતિશય દુર્ગંધ મારે છે. સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતાં જણાવ્યું કે, અહીં 6 મહિનાથી ગટર ઊભરાય છે.

જે અંગે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં એટલી હદે દુર્ગંધ ફેલાઇ રહી છે કે અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. વહેલીતકે પગલાં નહીં લેવાય તો રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here