રિપોર્ટ : મોદી સરકાર 2.0ના 50 દિવસ પૂર્ણ, જાવડેકરે રજૂ કર્યા કામકાજના લેખાંજોખાં

0
10

2014થી પણ મોટા બહુમતથી સત્તામાં આવેલી મોદી સરકારના આજે 50 દિવસ પૂર્ણ થયા છે. આ 50 દિવસ દરમિયાન મોદી સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. મોદી સરકાર પર જનઅપેક્ષા પૂર્ણ કરવાનું 2014 કરતા વધુ દબાણ છે.

ત્યારે છેલ્લા 50 દિવસની અંદર ગામ, ગરીબ, ખેડૂતથી લઇ અને શ્રમ સુધારાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. તો સાથે જ જમ્મૂ-કાશ્મીર પર પણ સરકારનું ફોકસ રહ્યું છે.કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે 50 દિવસના કામનો રિપોર્ટ આપ્યો હતો.

મંત્રીએ રિપોર્ટ રજૂ કરતાકહ્યું કે, હવે ખેડૂતોને ખર્ચ કરતા 50 ટકા વધુ મળે છે. સેનાના જવાન અને શહીદ પોલીસકર્મીઓના દીકરા-દીકરીઓની સ્કોલરશીપ વધારવામાં આવી છે. અને સેનાના અનેક વર્ગો સાથે ન્યાય કર્યો છે. ઉપરાંત રોકાણ માટે વિશેષ જોગવાઇ કરાશે.

પ્રકાશ જાવડેકરે જમ્મૂ-કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કાશ્મીરમાં મજબૂતીથી કામ થઇ રહ્યું છે અને અલગાવવાદિઓને અલગ-થલગ કરી દેવામાં આવ્યા છે. સાથે જ 100 લાખ કરોડ રસ્તા, વીજળી અને પાણી પર રોકવાનું કહ્યું છે. અને દરેક ઘરે પાણી પહોંચાડવાનો વાયદો કર્યો છે. આમ એકબાદ એક મોદી સરકારે 50 દિવસમાં કરેલા કામો અને આગામી દિવસમો થનારા કામોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here