Wednesday, January 19, 2022
Homeકોરોના અપડેટUS ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝે અહેવાલ

US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝે અહેવાલ

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે. અહીંની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યાએ અગાઉની લહેરની પીકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝે અહેવાલ આપ્યો છે કે રવિવારે દેશભરની હોસ્પિટલોમાં 1,42,388 સંક્રમિત દાખલ થયા હતા, જ્યારે છેલ્લી લહેરની પીકમાં 14 જાન્યુઆરીએ 1,42,315 દર્દી દાખલ થયા હતા.

એ પણ ચિંતાનો વિષય છે કે છેલ્લાં બે અઠવાડિયાંની સરેરાશ કરતાં 83% વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. મોટા ભાગના દાખલ દર્દીઓની ઉંમર 60 વર્ષથી ઓછી છે. 60 વર્ષથી ઉપરના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા હજુ પણ ગયા વર્ષની સરખામણીએ ઓછી છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ દર્દીઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ અન્ય કોઈ બીમારીની સારવાર માટે આવ્યા હતા અને તપાસ દરમિયાન સંક્રમિત જણાયા હતા.

 

USમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, જ્યાં વિશ્વના સૌથી વધુ સંક્રમિતો છે.
USમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, જ્યાં વિશ્વના સૌથી વધુ સંક્રમિતો છે.

અમેરિકા-બ્રિટનનો ન્યૂ નોર્મલ પ્લાન

કોરોના વાઈરસ સામે લડવા માટે અમેરિકા અને બ્રિટનની સરકારોના વૈજ્ઞાનિકોએ એક નવી ન્યૂ નોર્મલ પ્લાન તૈયાર કર્યો છે. વાઈરસથી પ્રભાવિત બંને દેશના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે લગભગ બે વર્ષ પછી વાઈરસને સમાપ્ત કરવાનો વિચાર ન કરવો જોઈએ, એને બદલે વાઈરસનો સામનો કરવા માટે વધુ સારી વ્યૂહરચના બનાવવી પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના સલાહકાર એવા ત્રણ વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

બ્રિટનમાં લોકડાઉન નહીં, ટેસ્ટિંગ પર જોર

નાણામંત્રી ઋષિ સુનક અને શિક્ષણમંત્રી નદીમ જાહાવીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. બંને દેશોમાં બનેલા રિપોર્ટમાં લોકડાઉનના ભયને ફગાવીને વેક્સિન અને ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ હાલમાં બ્રિટન અને અમેરિકામાં શાળા-કોલેજો બંધ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

લંડનમાં કોરોનાનું ટેસ્ટિંગ કરતી નર્સ. અહીં દરેક ચોરસ કિમીની ત્રિજ્યામાં કેન્દ્ર ફરજિયાત છે.
લંડનમાં કોરોનાનું ટેસ્ટિંગ કરતી નર્સ. અહીં દરેક ચોરસ કિમીની ત્રિજ્યામાં કેન્દ્ર ફરજિયાત છે.

બ્રિટનમાં હોસ્પિટલો માટે 5 લાખ કરોડ

યુકેમાં વધારાના રૂ. 5 લાખ કરોડ બહાર પાડવામાં આવ્યા છે. US અને UKમાં ઓમિક્રોનને કારણે પ્રારંભિક તબક્કામાં કેસોમાં વધારો હવે પીક પર છે. અમેરિકામાં, જ્યાં એક અઠવાડિયા પહેલાં લગભગ 7 લાખ કેસ આવતા હતા, ત્યાં રવિવારે માત્ર ત્રણ લાખ કેસ હતા. તેવી જ રીતે બ્રિટનમાં, જ્યાં 4 જાન્યુઆરીએ એક દિવસમાં રેકોર્ડ 2.18 લાખ કેસ આવ્યા હતા, હવે આ આંકડો દરરોજ ઘટી રહ્યો છે. રવિવારે બ્રિટનમાં કોરોનાના 1.41 લાખ નવા કેસ નોંધાયા હતા.

 

અમેરિકા: આઈસોલેશનની અવધિ 10થી 5 દિવસ સુધી

 • હાલમાં વસતિના 62% સુધી ડબલ ડોઝ, એપ્રિલ સુધીમાં 80% કરવાનો લક્ષ્યાંક.
 • સમગ્ર દેશમાં 50 કરોડ ટેસ્ટિંગ કિટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
 • નેઝલ, સિંગલ શોટ વેક્સિન, કોરોના પિલ્સનો ઉપયોગ વધારવા પર ભાર.
 • ઘરેથી કામ કર્યા પછી, હવે લગભગ 65 ટકા લોકો ઓફિસ પરત ફર્યા છે.
 • આઈસોલેશનનો સમયગાળો 10 દિવસથી ઘટાડીને 5 દિવસ કરવામાં આવ્યો.

બ્રિટન: ઘટતા કેસો, ચોથા ડોઝ પર અત્યારે વિચાર નહીં

 • દરરોજ ઘટતા કેસો, ચોથો ડોઝનો વિચાર નહીં. 82%ને ડબલ ડોઝ.
 • 1 ચો.કિ.મી.માં ટેસ્ટિંગ કેન્દ્ર ફરજિયાત. લેટરલ ફ્લો ટેસ્ટ ચાલુ રહેશે.
 • એટ હોલ ટ્રીટમેન્ટ, 10,000 લોકો પર મોલનુપિરાવિર પિલ્સનું ટેસ્ટિંગ.
 • વર્ક ફ્રોમ હોમની જરૂરિયાત લાગુ કરવાનો સરકારનો ઇનકાર.
 • આઈસોલેશનનો સમયગાળો 7 દિવસથી ઘટાડીને 5 દિવસ કરવામાં આવશે.

યુગાંડા: દુનિયાનું સૌથી લાંબું 22 સપ્તાહનું સ્કૂલ શટડાઉન સમાપ્ત

 • ઇઝરાયેલ: તેના નાગરિકોને તમામ દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
 • થાઇલેન્ડ: લોકડાઉનનો ઈનકાર, ક્વોરન્ટીન-આઇસોલેશન અવધિમાં ઘટાડો થયો.
 • સિંગાપોર: 10 આફ્રિકન દેશો પર લાદવામાં આવેલો ટ્રાવેલ બેન હવે હટાવી દેવામાં આવ્યો છે.
 • નેધરલેન્ડ્સ: 14 જાન્યુઆરીથી ટ્રાવેલસંબંધી દરેક પ્રતિબંધોને હટાવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular