Wednesday, September 22, 2021
Homeસાઈડઈફેક્ટથી બચવા વેક્સિન લેતા પહેલાં તાવ, એલર્જી કે ગંભીર બીમારીની માહિતી આપો
Array

સાઈડઈફેક્ટથી બચવા વેક્સિન લેતા પહેલાં તાવ, એલર્જી કે ગંભીર બીમારીની માહિતી આપો

દેશમાં વેક્સિન પ્રોગ્રામની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. તમારા મનમાં પણ તેની સાથે સંકળાયેલા અમુક પ્રશ્નો હશે, જેમ કે વેક્સિન લીધા પછી શું સાઈડઈફેક્ટ થશે, એલર્જી થાય તો શું કરવું? કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ આપ્યા છે.

1. કોવિશીલ્ડ વેક્સિન લેતા પહેલાં વેક્સિન લેનારાએ કઈ જાણકારીઓ આપવી જરૂરી છે?

કોઈ દવા, ફૂડ કે વેક્સિનથી તમને ગંભીર એલર્જી થઈ હોય.

તમારી ઈમ્યુનિટી ઓછી છે અને ઈમ્યુનિટી માટે કોઈ દવા રહ્યા છો.

પ્રેગ્નન્ટ અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો. બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા હોવ.

કોવિડ-19થી બચવા માટે આની પહેલાં કોઈ રસી લઇ ચૂક્યા હોવ.

2. કોણે કોવિશીલ્ડ વેક્સિન ના લેવી જોઈએ?

જેને આ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી કોઈ એલર્જી થઈ હોય. વેક્સિનમાં સામેલ કોઈ પણ વસ્તુથી એલર્જી હોય.

3. કોવિશીલ્ડ વેક્સિન કઈ રીતે આપવામાં આવે છે?

આ વેક્સિન માત્ર ડેલ્ટોઈડ માંસપેશીઓમાં આપવામાં આવે છે. વેક્સિન કોર્સમાં 0.5 mlના અલગ-અલગ ડોઝ છે.

4. કોવિશીલ્ડ લીધા પછી કેવા પ્રકારના સાઈડઈફેક્ટ દેખાઈ શકે છે?

આ વેક્સિન 10માંથી 1 વ્યક્તિને પ્રભાવિત કરે છે-ઇન્જેક્શન લીધા પછી તે જગ્યાએ ગાંઠ થવી, દબાવવાથી દુખાવો, ગરમાવો, સોજો અને ખંજવાળ આવવી. તબિયત સારી ના હોવી તેવો અનુભવ થાય. થાક લાગે. તાવ આવવો. માથામાં દુખાવો, સાંધા કે માંસપેશીઓમાં દુખાવો. ફ્લૂ જેવા લક્ષણો(તાવ, શરદી, ગળામાં બળતરા અને ઉધરસ). વેક્સિન લેનારા 100માંથી 1 વ્યક્તિને ચક્કર આવવા, વધારે પરસેવો થવો અને સ્કિન પર ચામઠા થઇ જવા.

5. સાઈડઈફેક્ટ દેખાય તો શું કરવું?

કોવિશીલ્ડની વેક્સિનના પ્રથમ ડોઝ પછી જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે અથવા કોઈ પણ સાઈડ ઈફેક્ટ જોવા મળે તો નજીકની હોસ્પિટલમાં જઈને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જો તે હોસ્પિટલ જઈ શકે તેમ નથી તો સાઈડ ઈફેક્ટ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવા માટે બનેલા હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નંબર 18001200124 પર કોલ કરી શકો છો. કોલ સેન્ટર 24X7 એક્ટિવ રહેશે.

6. વેક્સિનમાં શું છે?

કોવિશીલ્ડ વેક્સિનમાં એલ. હિસ્ટિડીન, એલ. હિસ્ટિડીન હાઈડ્રોક્લોરાઈડ મોનો હાઈડ્રેટ, મેગ્નેશિયમ ક્લોરાઈડ હેક્સા હાઈડ્રેટ, પોલિસાર્બેટ 80, ઇથેનોલ, સુક્રોઝ, સોડિયમ ક્લોરાઈડ, ડાયસોડિયમ ઈડેટેટ(EDTA), ઇન્જેક્શનનું પાણી છે.

7. જો હું પ્રેગ્નન્ટ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવું છું, તો શું કરું?

તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.

8. શું કોવિશીલ્ડની વેક્સિનથી મને કોવિડ-19નું સંક્રમણ થઈ શકે છે?

ના, વેક્સિનમાં સાર્સ-કોવ-2 હાજર નથી અને તેનાથી કોવિડ 19નું સંક્રમણ થઈ શકતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments