રાજકોટ : સૌ.યુનિ.ના 9 કર્મચારી સહિત 40નો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 23ના મોત, ગોંડલમાં 19 અને બોટાદમાં 6 કેસ નોંધાયા

0
0

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 23 લોકોના કોરનાથી મોત નિપજ્યા છે. 20ના સિવિલમાં અને 3ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે જ રાજકોટમાં 40 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના ડીન ગીરીશ ભીમાણી સહિત 9 કર્અમચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોંડલમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 19 કેસ નોંધાયા છે. બોટાદમાં આજે 6 કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ 9 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પણ વધુ 9 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે એક જ દિવસમાં સિન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણી સહિત 9 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ સહિત 25 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધતા કેસોને લઈને અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો તેમાં ભાવેશ જોશી, જીલાભાઈ ચાવડા, સુભેન્દ્ર ગઢવી, જીજ્ઞા ગોસ્વામી, મધુ ગુરૂનબી, નરેશ રાઠોડ, ભગીરથસિંહ માંજરીયા, ગીરીશભાઈ ભીમાણી અને મોસમી વાઘેલાનો સમાવેશ થાય છે.

મંગળવારે 35 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યાં
રાજકોટમાં સોમવારે 1800 સેમ્પલ લેવાયા હતા અને 98 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મંગળવારે 3000 સેમ્પલ લેવાયા છતાં પોઝિટિવનો આંક 95 જ રહ્યો. ફરી એક વખત સાબિત થયું છે કે, રાજકોટમાં ગમે તેટલા ટેસ્ટ થાય આંકડો તો સેટ જ થઈ ગયો છે. તંત્ર એક તરફ મહેનત કરીને કેસ 100 સુધી ન પહોંચે તેના માટે તનતોડ મહેનત થઈ રહી છે પણ રિકવરી રેટ તરફ ધ્યાન પડ્યું નથી. મંગળવારે માત્ર 35 જ દર્દી રિકવર થયા છે. છેલ્લા 3 દિવસથી ડિસ્ચાર્જની સંખ્યા અડધી થઈ ગઈ છે જેથી રિકવરી રેટ 50 ટકા જેટલો થઈ ગયો છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 181 પોઝિટિવ, 3 મોત
જૂનાગઢ જિલ્લામાં મંગળવારે કોરોના 28 કેસ અને 1 મોત થયું હતું. જ્યારે અમરેલી જિલ્લામાં 29 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 19 કેસ અને એક મોત, પોરબંદર જિલ્લામાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં વધુ 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં વધુ 15 કેસ નોંધાયા છે તેમજ 38 દર્દીને રજા અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here