બોલિવૂડમાં કોરોના : સુઝાન ખાનની બહેન ફરાહ ખાન અલીના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

0
8

મુંબઈ. કોરોનાવાઈરસના કેસ વિશ્વભરમાં દિવસે દિવસે વધી રહ્યાં છે. હવે, બોલિવૂડ એક્ટર સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીના ઘરમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. ફરાહ ખાન અલીના ઘરના એક સ્ટાફ મેમ્બરનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેને કારણે ઘરના તમામ સભ્યોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અને ક્વૉરન્ટીન થવાનો નિર્ણય લીધો છે. ફરાહે ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.

ફરાહે શું ટ્વીટ કરી?

ફરાહે ટ્વીટ કરી હતી, કોરોના ન્યૂઝ વાઈરસ કરતાં પણ વધુ ઝડપથી ફેલાતા હોય છે. મારા હાઉસ સ્ટાફમાંથી એક કોરોના પોઝિટિવ છે. મારા ઘરમાં તમામ લોકોના ટેસ્ટ કરાવ્યા છે. અમે પોતાને ક્વૉરન્ટીન કરી લીધા છે. સલામત રહો, સ્ટ્રોંગ બનો, આ સમય પણ પસાર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ફરાહ ખાન જ્વેલરી ડિઝાઈનર છે. ફરાહની આ ટ્વીટ બાદ અનેક સેલેબ્સે ચિંતા વ્યક્ત કરી હતી. સૌફી ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આશા છે કે તમે તમામ લોકો ઠીક હશો. પૂજા બેદીએ કહ્યું હતું કે દરેક લોકો આમાંથી સારી રીતે બહાર આવી જશે.

ફરાહની બહેન સુઝાન પૂર્વ પતિ સાથે

દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું ત્યારે સુઝાન ખાન પોતાના બંને દીકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ થઈ શકે તે માટે પૂર્વ પતિ રીતિક રોશનના ઘરે રહેવા આવી ગઈ હતી. આ માટે રીતિકે પૂર્વ પત્નીનો આભાર પણ માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here