અમેરિકામાં વ્યક્તિત્વ વિકાસના નામે સેક્સ સ્લેવ બનાવનાર રેનિયરને 120 વર્ષની જેલ અને 13 કરોડ રૂપિયાનો દંડ

0
30

અમેરિકામાં એનએક્સઆઇવીએમ સેક્સ પંથના ફાઉન્ડર કૈથ રેનિયરને 120 વર્ષની જેલની સજા ફટકારાઇ છે. કોર્ટે તેને 13 કરોડ રૂ.નો દંડ પણ ફટકાર્યો. કાયદા દ્વારા દંડની આ મહત્તમ મર્યાદા છે. રેનિયરને સેક્સ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિત વિવિધ કેસોમાં મંગળવારે સજા ફટકારાઇ. તે મહિલાઓને ઓછું ભોજન આપતો અને સેક્સ સ્લેવ બનાવતો હતો. ઓળખ કે ફેશન માટે તેમના શરીર પર પરમેનન્ટ નિશાન કે ટેટૂ કરાવતો. અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરૌફિસે બ્રૂકલિનમાં સુનાવણી હાથ ધરી, જ્યાં એનએક્સઆઇવીએમના 15 પૂર્વ સભ્યોએ રેનિયર વિરુદ્ધ પોતાની વાત રજૂ કરી. સુનાવણી બાદ ગરૌફિસે કહ્યું કે પીડિતોએ જે પીડા વેઠી છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ફેડરલ પ્રોસિક્યુટર્સે રેનિયરને આજીવન કેદની સજા કરવાની માગ કરી હતી. તેના વકીલે મહત્તમ 20 વર્ષની કેદ માગી હતી. જજે કહ્યું કે અમે તેને ઘટનાના પરિપ્રેક્ષ્યના આધારે નહીં પણ તેના વર્તન માટે સજા કરી રહ્યા છીએ.

પહેલી સાક્ષી કૈમિલાએ કહ્યું કે રેનિયરે તેને 12 વર્ષ સુધી સેક્સ સ્લેવ બનાવીને રાખી. તે 12 વર્ષની અને રેનિયર 45 વર્ષનો હતો ત્યારથી બંને વચ્ચે જાતીય સંબંધ છે. તેણે અમારા મગજ એ હદે પોતાના વશમાં કરી લીધા હતા કે હું મારી દર્દનાક સફર વર્ણવવાની સ્થિતિમાં પણ નથી. 2018 સુધીમાં આ પંથમાં 16 હજારથી વધુ લોકો જોડાયા હતા.

એનએક્સઆઇવીએમ: 5 દિવસના એન્ટ્રી કોર્સની ફી 2 લાખ રૂપિયા

રેનિયરે 1998માં એનએક્સઆઇવીએમ નામની મલ્ટીલેવલ માર્કેટિંગ કંપની બનાવી. તેના દ્વારા તે લોકોને પર્સનાલિટી અને પ્રોફેશનલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપતો. તેમાં ડૉસ નામની એક સીક્રેટ સોસાયટી માટે ભરતી થતી. ગ્રૂપ દાવો કરતું હતું કે તે લોકોને તેમના ડર, નિરાશા અને મર્યાદિત ક્ષમતાઓથી આગળ લઇ જશે. મહિલા સાક્ષીઓના જણાવ્યા મુજબ એક વાર તેમાં સામેલ થયા બાદ તેમને સેક્સ માટે કહેવાતું. પછી તેમના ફોટો-વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગ કરાતું. રેનિયર તેમના મગજ ભ્રમિત કરતો. પંથનો પહેલો એન્ટ્રી કોર્સ 5 દિવસનો હતો, જેની ફી 2 લાખ રૂ. હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here