Tuesday, October 3, 2023
Homeરિપોર્ટ : દયાભાભી વગર પણ TRP લિસ્ટમાં ચોથા નંબર પર 'તારક મહેતા',...
Array

રિપોર્ટ : દયાભાભી વગર પણ TRP લિસ્ટમાં ચોથા નંબર પર ‘તારક મહેતા’, કપિલનો શો ટોપ 10માંથી બહાર

- Advertisement -

મુંબઈઃ બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્સ કાઉન્સિલ ઈન્ડિયા)એ 27માં અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ જાહેર કર્યું છે. આ વખતે નવો શો ‘સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ’એ ટોપ 5માં જગ્યા બનાવી છે તો બીજી બાજું ‘ધ કપિલ શર્મા શો’ ટીઆરપીની ટોપ 10ની યાદીમાંથી બહાર છે.

ટોપ 5 શો

  • ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સ્ટોરીલાઈનને કારણે દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો છે. પાંચ વર્ષના લીપ બાદ આ શો ચાહકોને પસંદ આવી રહ્યો છે. શિવાંગી જોષી તથા મોહસિન ખાનનો આ શો ટીઆરપીના લિસ્ટમાં પહેલા નંબરે છે.
  • ગઈ વખતે ચોથા નંબર પર રહ્યાં બાદ આ વખતે ‘કુંડલી ભાગ્ય’ બીજા નંબરે આવી ગયું છે.
  • સૃતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયાનો ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ ત્રીજા નંબરે છે. ગઈ વખતે આ શો નંબર બેના સ્થાને હતો.
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે ચોથા નંબર પર આવી ગયો છે. થોડાં સમય પહેલાં આ શો ટોપ 10માં પણ નહોતો. દયાબેન એટલે કે દિશા વાકાણી ના હોવા છતાંય આ શો ચાહકોમાં એટલો જ લોકપ્રિય છે.
  • પાંચમા સ્થાને નવો ટીવી શો ‘સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ’ છે. આ શોમાં હિમેશ રેશમિયા, અલકા યાજ્ઞિક તથા જાવેદ અલી જજ છે.
  • સ્ટોરીલાઈનમાં ફેરફાર કર્યાં હોવા છતાંય પાર્થ સમથાન, એરિકા ફર્નાન્ડિસ તથા કરણ સિંહ ગ્રોવરની સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ સાત નંબરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular