રિપોર્ટ : અમેરિકા- ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ થઈ, 160 અબજ ડોલરની ચાઈનીઝ ઈન્પોર્ટ પર ટેરિફનો નિર્ણય ટળશે

0
10

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ પર ગુરુવારે સહમતિ થઈ ગઈ છે. આ બન્ને દેશો વચ્ચે છેલ્લા 17 મહિનાથી ચાલી રહેલી ટ્રેડ વોર હવે અટકશે. અમેરિકન મીડિયાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડીલ પર હસ્તાક્ષર કરી ચુક્યા છે, પણ તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ડીલની શરતો પ્રમાણે, 160 અબજ ડોલરની ચાઈનીઝ ઈમ્પોર્ટ પર 15 ડિસેમ્બરથી પ્રસ્તાવિત અમેરિકન ટેરિફ(આવક વેરો) ટળી જશે. જે ઉત્પાદનો પર ટેરિફ લગાડવાનો હતો તેમાં કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને રમકડાં પણ સામેલ હતા. ચીનથી આવનારા સામાન પર પહેલાથી લાગી રહેલા ટેરિફમાં 50 ટકા ઘટાડો પણ કરવામાં આવશે. ડીલ હેઠળ ચીન અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને ખરીદી વધારવા માટે રાજી થયું છે.

ટ્રમ્પે 2 મહિના પહેલા જ ડીલના સંકેત આપ્યા હતા

  • અમેરિકા અને ચીન વચ્ચે ઓક્ટોબરથી વાતચીત ચાલી રહી છે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે જ સંકેત આપ્યા હતા કે આ વર્ષના અંત સુધીમાં પહેલા તબક્કાની ડીલ થઈ શકે છે. જો કે ગત દિવસોમાં ટ્ર્મ્પના નિવેદનોને કારણે ડીલ થશે કે નહીં તેના પર શંકા થઈ રહી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ડીલ માટે 2020ની ચૂંટણી સુધી રાહ જોઈ શકે છે.
  • અમેરિકા-ચીન વચ્ચે ડીલના રિપોર્ટથી દુનિયાભરના શેર બજારોમાં ઉછાળો આવી ગયો હતો. અમેરિકન શેર બજારનો ઈન્ડેક્સ ડાઓ ડોન્સ ગુરુવારે 0.79% અને નેસ્ડેક 0.77%ના ઉછાળા સાથે બંધ થયો હતો. ભારત સહિત અન્ય એશિયાઈ બજારોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here