Saturday, September 18, 2021
Homeપ્રતિનિધિત્વ : સેલેબ્સના ગૂફ અપ્સ અને ગેમ્સ અને પ્લેઅર્સના નામોના કારણે માફીનામા...
Array

પ્રતિનિધિત્વ : સેલેબ્સના ગૂફ અપ્સ અને ગેમ્સ અને પ્લેઅર્સના નામોના કારણે માફીનામા સામે આવવા લાગ્યા

ટોક્યોમાં ઓલંપિકમાં ભારતના ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા છે. ઓલંપિક શરૂ થયો ત્યારથી કેટલાક બોલિવૂડ સેલેબ્સ તેમના ચાહકોને ખેલાડીઓને સપોર્ટ કરવા અને તેમનો ઉત્સાહ વધારવા અપીલ કરી રહ્યા છે. પરંતુ જેમ જેમ ભારત મેડલ્સ જીતી રહ્યું છે તેમ તેમ સેલેબ્સના ગૂફ અપ્સ અને ગેમ્સ અને પ્લેઅર્સના નામોના કારણે માફીનામા સામે આવવા લાગ્યા છે.

ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીથી ભૂલોની શરૂઆત

ઓપનિંગ સેરેમની સાથે જ ભૂલોની શરૂઆત થઈ ગઈ હતી. સામાન્ય જ્ઞાનને લઈ હમેશા સોશિયલ મીડિયા ટ્રોલર્સના નિશાને રહેતી આલિયા ભટ્ટની ભૂલ સૌથી પહેલા સામે આવી હતી. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં હેશટેગ ટોક્યો ઓલંપિક સાથે બેસ્ટ ઓફ લક ઈન્ડિયન ખેલાડીઓ અને ભારતના તિરંગા અને હાર્ટ ઈમોજી સાથે ખેલાડીઓની એક તસવીર શેર કરી હતી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને એ ભૂલ ઓળખતા વાર ના લાગી કે આલિયાએ જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં રેસલર સુશીલ કુમારના હાથમાં ભારતીય તિરંગો હતો. અને જે હાલ મર્ડર કેસમાં જેલમાં છે.

જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ ટીસ્કા ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મીરાબાઈને બદલે ઈન્ડોનેશિયન વેઈટલિફ્ટર એઈશા વિન્ડીની તસવીર શેર કરી સિલ્વર જીતવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરતા ટીસ્કાએ માફી માગતા લખ્યું,’મને આશા છે તમને મજા પડી હશે…આ એક ભૂલ હતી, મને માફ કરશો..પણ આનો મતલબ એ નથી કે મને મીરાબાઈ ચાનુ પર ગર્વ નથી..અને આપણા અન્ય ખેલાડીઓ ઉપર પણ’

ત્રીજી ભૂલનો સમય ત્યારે આવ્યો જ્યારે રેસલર પ્રિયા મલિકે બુડાપેસ્ટમાં ચાલી રહેલી કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ ગર્વના સમયે ભારતના પહેલા મેલ સૂપર મોડેલ અને ફિટનેસ ફ્રિક કહેવાતા મીલિંદ સોમણે હેશટેગ ટોક્યો ઓલંપિક્સનો ઉપયોગ કરી ટ્વિટ કરતા લખ્યું,’ થેન્ક યૂ પ્રિયા મલિક’ આહિંયા પણ ટ્રોલર્સે ધ્યાન દોરતા મિલિંદે ભૂલ સુધારતા માફી માગી અને કહ્યું કે મારે ટ્વિટ કરતા પહેલા ચેક કરવું જોઈતું હતું, પરંતુ હું બહુ જ ખુશ થઈ ગયો હતો. સાથે જ તેણે લખ્યું કે હું મારો જુની ટ્વિટ ડિલીટ નહીં કરું, ક્યારેક ભૂલ કરવી જોઈએ. જો કે, પ્રિયા મલિકને ગોલ્ડ જીતવા બદલ શુભકામનાઓ પાઠવવાના લિસ્ટમાં માત્ર મિલિંદ જ નહીં, ક્રિકેટર ઈશાંત શર્મા, એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને વત્સલ શેઠ પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments