Saturday, September 18, 2021
Homeટ્રાવેલ પ્રતિબંધ દૂર કરવા કેનેડાના PM જસ્ટીન ટ્રુડોને કરાઈ રજૂઆત
Array

ટ્રાવેલ પ્રતિબંધ દૂર કરવા કેનેડાના PM જસ્ટીન ટ્રુડોને કરાઈ રજૂઆત

ભારતથી કેનેડાથી જવા પ્રતિબંધ ઉઠાવવાની માંગ ઉઠી રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ઇન્ડિયા કેનેડાએ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને રજુઆત કરી છે કે ભારતથી કેનેડા આવવા અંગેના ટ્રાવેલ પ્રતિબંધ હટાવવો જોઇએ, કેનેડા આવતા ઇન્ટનેશનલ વિધાર્થીઓને કેનેડા આવવાની મંજુરી આપવી જોઇએ.

કેનેડામાં ઓટાવામાં મુખ્ય ઓફિસ ધરાવતી સંસ્થા ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ઇન્ડિયા-ઓએફએસએસ કેનેડાના ડિરેકટર હેમંત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2019 થી ઇન્ટરનેશલ સ્ટુડન્ટ ડેસ્ટીનેશન તરીકે ટોપ થ્રીમાં સ્થાન મેળવે છે, તેમાંય ભારતના સર્વાધિક 34 ટકાથી વધુનો હિસ્સો છે, તેવા સમયે ટ્રાવેલ પ્રતિબંધને કારણે કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતથી કેનેડામાં જવા પરનો પ્રતિબંધ યોગ્ય નથી. અમેરિકા તેના ઇન્ટરનેશલ વિદ્યાર્થીઓને આવકારી છે, ત્યારે કેનેડાએ આ અઁગે વિચારવું જોઇએ. વેલીડ વિઝા સાથેના સ્ટુડન્ટને પણ ટ્રાવેલ પ્રતિબંધ યોગ્ય નથી. ભારતીય ડાયસ્પોરા વતી કોવિડ બાદ હવે સામાન્ય જનજીવન પાટે ચડી રહ્યુ છેુ ત્યારે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ઇન્ડિયા આશા રાખે છે કે, સરકાર આવા પ્રતિબંધ હટાવવા પગલાં ભરશે. બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સતત વિસ્તરતા રહે તે માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશુ.

કેનેડા અને ભારતના વિવિધ આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનોમાં રહી ચૂકેલા શાહે જણાવ્યું હતું કે તેઓને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓએ સરહદ પાર જવું પડ્યું હતું અને કેનેડિયન સિમાડા સુધી ફરી પહોંચવા માટે તેમેને હાલમાં મોટી રકમ ચૂકવવી પડી રહી છે. કોવિડ નિયમોના પાલન સાથે માન્ય દસ્તાવેજો અને વિઝા ધરાવતા આવા વિદ્યાર્થીઓ કે લોકોને દેશમાં આવવાની મંજૂરી હોવી જોઈએતેના પર પ્રતિબંધ ન રાખતા તેને ઉઠાવી લેવો જોઇએ.

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કેનેડા -તમામ માટે સમાનતા -ઇકવાલીટી ફોર ઓલ માટે જાણીતુ છે, ત્યારે આઇઆરસીસીના ડેટા મુજબ 5.30 લાખ જેટલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ 2019માં 6.30 લાખ હતો આમ 17 ટકાનો ઓએફઆઇસી આ નિર્ણયને ઉઠાવી લેવા રજુઆત કરે છે. કેનેડા સરકાર ટ્રાવેલ બેન ઉઠાવી લે અને કેનેડા-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પુર્ણ કરીને તેને વળગી રહેવા ધ્યાન આપે જે વર્ષોથી પેન્ડીંગ બાબત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments