ફેંક TRP કેસ : રિપબ્લિક TVના CEO ખાનચંદાની 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં,

0
0

રિપબ્લિક TVના CEO વિકાસ ખાનચંદાનીને મુંબઈ કિલા કોર્ટે 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય સામે રિપબ્લિક TV ગ્રુપ આજે બોમ્બે હાઇકોર્ટ જશે. આજે જ વિકાસ માટેની જામીન અરજી પણ કરવામાં આવશે. વિકાસની ધરપકડ ફેંક TRP કેસમાં કરવામાં આવી છે.

ખાનચંદાની આ કેસમાં ધરપકડ થનારી 13મી વ્યક્તિ છે. આ મામલામાં રિપબ્લિક મીડિયા નેટવર્કના આસિસ્ટન્ટ વાઇસ-પ્રેસિડેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની પણ ધરપકડ થઈ ચૂકી છે. વિકાસ ધરપકડ થનારામાં રિપબ્લિકન ટીવીના બીજા અધિકારી છે.

બે વખતની પૂછપરછ બાદ થઈ ધરપકડ

ધરપકડની પુષ્ટિ કરતાં એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનચંદાનીનું નિવેદન બે વખત નોંધવામાં આવ્યું હતું અને તેમની ભૂમિકા રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની પૂછપરછ દરમિયાન સામે આવી હતી. તપાસ અધિકારી કહ્યું હતું કે ‘ખાનચંદાની વિરુદ્ધ અમારી પાસે સીધા પુરાવા છે અને પહેલેથી પકડાયેલા આરોપી ઘનશ્યામ સિંહ સાથે પણ તેની કડી મળી છે.’

પોલીસને વ્હોટએપથી મળી મહત્ત્વની માહિતી

એક તપાસ અધિકારીએ કહ્યું હતું કે ખાનચંદાની એક ઇન્ટર્નલ વ્હોટએપ ગ્રુપના સભ્ય હતા, જેમાં LCN (લોજિકલ ચેનલ નંબર) પર ચર્ચા થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો હતો કે ચેનલના અધિકારીઓએ કેબલ ઓપરેટરો અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સની સાથે મળીને રિપબ્લિક ટીવીને ડ્યુલ લોજિકલ ચેનલ નંબર (LCNs) કે બે ફ્રિક્વન્સી પર ચલાવ્યું, જે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે.

શું છે ફેંક TRP કેસ ?

ફેંક TRP કૌભાંડ ઓકટોબરમાં સામે આવ્યો હતો, જ્યારે હંસાના એક અધિકારીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ ફ્ક્ત મરાઠી અને બોક્સ સિનેમાના માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. નવેમ્બરમાં મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કથિત નકલી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) મામલામાં 1400 પેજની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રિપબ્લિક મીડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશન સહિત 6 ચેનલનાં નામ હતાં. જણાવવામાં આવ્યું છે કે TRP વધારવા માટે લગભગ બે વર્ષથી રૂપિયા આપવામાં આવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here