રોજ 60 મિનિટ પ્લે ટાઈમ અને 9 કલાકની ઊંઘ જરૂરી, ભોજન વખતે ટીવી ના જોવા દો : આ 4 વાતથી બાળકોમાં સ્થૂળતા ઘટશે.

0
9

કોરોના મહામારીને લીધે આવેલા પ્રતિબંધને લીધે ઘણા પરિવારના બાળકોનું વજન વધી ગયું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકો પાસે ડાયટિંગ કરાવવું. આમ કરવાથી તેમનામાં ઈટિંગ ડિસઓર્ડરનું જોખમ વધે છે. બાળકોમાં વજન વધવા બાબતે અમુક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે આપણે બાળકોને કોઈ વસ્તુ કરવાથી ના પાડીએ છીએ તો તેઓ તે વસ્તુ વધારે ખાવા લાગે છે. બાળકોને ટોકવાને બદલે તેમની આદતો સુધારી શકીએ છીએ. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના બાળ રોગ એક્સપર્ટ ડૉ. ગાર્ગી પટેલ પાસેથી જાણો બાળકોનું વધતું વજન કેવી રીતે કન્ટ્રોલ કરવું?

આ 4 આદતોથી વજન કરો કન્ટ્રોલ:

3થી 5 વર્ષના બાળકોને આખો દિવસ એક્ટિવ રાખો

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા પ્રમાણે, 3થી 5 વર્ષના બાળકોને આખો દિવસ એક્ટિવ રહેવું જોઈએ. જ્યારે 6થી 17 વર્ષના બાળકોએ રોજ 60 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. એરોબિક એક્ટિવિટી ઉપરાંત હાડકાં મજબૂત કરવા માટે દોડ, કૂદ અને માંસપેશીઓ મજબૂત કરતી એક્ટિવિટી રૂટિનમાં સામેલ કરવી જોઈએ.

100 કેલરીથી ઓછા આ વિકલ્પ વજન ઘટાડવામાં મદદ કરશે

6થી 12 વર્ષના બાળકોને રોજ 1600થી 2200 કેલરીની જરૂર હોય છે. કોરોના મહામારી દરમિયાન ઘરમાં રહીને વારંવાર ખાવાથી બાળકોની કેલરી ઇન્ટેક વધી ગઈ છે. તેવામાં બાળકો ખાવા માટે માગે તો તેમને એક ગાજર, સફરજન, કેળા અને થોડી દ્રાક્ષ આપી શકો છો. તેમાં 100થી ઓછી કેલરી હોય છે.

ટીવી જોતી વખતે બાળકો જરૂર કરતાં વધારે ખાય છે, આ આદત બદલો

હાર્વર્ડ રિસર્ચ પ્રમાણે, બે કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ નુકસાનકારક છે, પરંતુ કોરોના દરમિયાન બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓનલાઇન સ્ટડીને લીધે વધી ગયો છે. એક રિસર્ચ પ્રમાણે, ટીવી જોતી વખતે બાળકો જરૂર કરતાં વધારે ખાય છે. તેનાથી સ્થૂળતા વધે છે. આ જોખમથી બચવાના બે ઉપાય છે. ભોજન કરતી વખતે બાળકોને ટીવી ના જોવા દો અને ઊંઘવાના સમયે ગેજેટથી દૂર રાખો.

6થી 12 વર્ષના બાળકોને 9થી 12 કલાક સુધી ઊંઘવું જરૂરી છે

CDC પ્રમાણે, 3થી 5 વર્ષના બાળકોમાં 10થી 3 કલાક, 6થી 12 વર્ષ માટે 9-12 કલાક અને 13-18 વર્ષ માટે 24 કલાકમાં 8-10 કલાકની ઊંઘ જરૂરી છે. અધૂરી ઊંઘથી વધારે ભોજન અને ફિઝિકલ એક્ટિવ ના રહેવાની તકલીફ વધી જાય છે.

BMIથી ચેક કરો, બાળક કેટલું હેલ્ધી છે

બાળક કેટલું હેલ્ધી છે, તેની પરિભાષા પેરેન્ટ્સ અને એક્સપર્ટ બંને માટે અલગ અલગ છે. પેરેન્ટ્સ માત્ર ફિઝિકલી તેને જોઈ સમજી લે છે, પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે પોતાની ડાયટ અને વજન પ્રમાણે તે કેટલું ફિટ છે. એ જાણવું જરૂરી છે કે તેનો BMI (બોડી માસ ઈન્ડેક્સ) કેટલો છે.

આ રીતે BMI ચકાસો: વજન-60 કિલો, હાઈટ- 166 સેન્ટિમીટર (1.66 મીટર), કેલક્યુલેશન: 60 ÷ (1.66)2= 21.77

સ્વાસ્થ્યનું ગણિત આ રીતે સમજો

  • 18.5થી ઓછું BMI અન્ડરવેટ
  • 18.5થી 25ની વચ્ચે BMI એટલે હેલ્ધી વેટ
  • 25થી 30ની વચ્ચે BMI એટલે ઓવરવેટ
  • 30થી 40 વચ્ચે BMI એટલે મેદસ્વિતાથી પીડિત
  • 40થી વધારે BMI અર્થાત વધારે પડતી મેદસ્વિતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here