ભરૂચ : પાલેજના ચિશ્તિયા નગરમાંથી ૪ ફુટ લાંબા મગરને રેસ્ક્યુ કરાયો

0
14

ભરૂચ જિલ્લાના પાલેજ ગામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી નગરજનોમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ મગરનું દરગાહના સંચાલકો સહિત નગરજનોએ રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પાલેજમાં ઘણા દિવસથી રોજ રાત્રે દેખા દેતો મગર નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ગતરાત્રીના એનએફસીના કૃણાલ વુરાડે તેમજ તેઓની ટીમના સદસ્યોએ કમ્પાઉન્ડમાં ભરાયેલા પાણીમાં નાવડી લઇ જાળ નાંખતા ૪ ફુટ લાંબો મગર ઝડપાઇ જવા પામ્યો હતો.

આ વર્ષે વરસેલ વધુ વરસાદના કારણે હજુ પણ કમ્પાઉન્ડમાં ભરાયેલ વરસાદી પાણીમાં બેથી ત્રણ મગર હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. એનએફસીના કૃણાલ વુરાડે સાથે થયેલી ટેલિફોનીક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પકડાયેલા મગરને ભરૂચ વનખાતાને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here