Monday, September 20, 2021
Homeરિસર્ચ : 20-30નાં વર્ષના સમયગાળાની મેદસ્વિતાથી અકાળે મૃત્યુ થવાનું જોખમ વધે છે
Array

રિસર્ચ : 20-30નાં વર્ષના સમયગાળાની મેદસ્વિતાથી અકાળે મૃત્યુ થવાનું જોખમ વધે છે

હેલ્થ ડેસ્ક: મેદસ્વિતાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થઈ શકે છે. મેદસ્વિતાની અવગણના કરતા 20-30 વર્ષના લોકોને ચેતવણી આપતો એક હેલ્થ રિપોર્ટ અમેરિકામાં કરવામાં આવેલાં એક રિસર્ચમાં સામે આવ્યો છે. ‘BMJ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ 20-30નાં વર્ષની વયે મેદસ્વિતા ધરાવતા લોકોનું મૃત્યુ જલ્દી થઈ શકે છે.

આ રિસર્ચ અમેરિકાનાં ‘નેશનલ હેલ્થ’ અને ‘ન્યૂરિશન એક્ઝામિનેશન સર્વે’ના ડેટાને આધારે કરવામાં આવ્યું હતું. તેમાંથી અમેરિકાનાં 36,051 લોકોના હેલ્થ રિપોર્ટનું અવલોકન કરવામાં આવ્યું હતું અને તેમના 20-30નાં વર્ષના સમયગાળા દરમિયાનનાં વજન અને ઊંચાઈ વિશેની માહિતી લેવામાં આવી હતી.

આ અવલોકનમાં સામે આવ્યું હતું કે અન્ય લોકોની સરખામણીએ 20-30નાં વર્ષની સમયગાળા દરમિયામન જે લોકો મેદસ્વિતા ધરાવતાં હતા તેમનામાં અકાળે મૃત્યુનું જોખમ વધારે જોવા મળ્યું હતું.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોના મતે યુવાવસ્થાથી લઈને 30 વર્ષ સુધીની ઉંમર સુધી વજનમાં સતત વધારાથી વહેલાં મૃત્યુ થવાનું જોખમ વધે છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો મુજબ, રિસર્ચના પરિણામ દર્શાવે છે કે 20થી 30 વર્ષની વયે વજન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વજન કન્ટ્રોલ કરીને અકાળ મૃત્યુથી બચી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments