રિસર્ચ : અનહેલ્ધી ડાયટની અસર પુરુષોની અપેક્ષાએ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર વધારે

0
0

આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણી શારીરિક સ્થિતિ પર જ નહીં પરંતુ આપણી માનસિક સ્થિતિ પર પણ પડે છે. જર્નલ ઓફ પર્સનલાઈઝ્ડ મેડિસિનમાં પ્રકાશિત સ્ટડીના અનુસાર, 30 વર્ષથી વધુની ઉંમરની તે મહિલાઓ જે હેલ્ધી ડાયટ નથી લેતી, તે એન્ક્ઝાઈટી, ડિપ્રેશન અને તણાવનો ઝડપથી ભોગ બને છે. ન્યૂયોર્કની બિંમટન યુનિવર્સિટીના સંશોધકોએ 30 વર્ષની 322 મહિલાઓ અને 322 પુરુષો પર રિસર્ચ કર્યું. આ તમામની ડાયટરી હેબિટ્સ, ફિઝિકલ એક્ટિવિટી અને મૂડ પેટર્નને પણ પોતાના રિસર્ચમાં સામેલ કરી. તેમને જાણવા મળ્યું કે, જે મહિલા અથવા પુરુષ નટ્સ, ફિશ, લીલા પાંદડાવાળા શાકભાજી વધારે ખાય છે તેઓ અન્ય લોકોની અપેક્ષાએ વધારે ખુશ રહે છે.

તેનાથી વિપરિત, જે લોકો વધુ ફાસ્ટ ફૂડ ખાય છે, બ્રેકફાસ્ટ ન કરનાર લોકોને મૂડ સ્વિંગની સમસ્યા વધારે રહે છે. હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળા ફૂડ જેમ કે બટેટાં, ચિપ્સ, ગળી વસ્તુઓ અથવા વ્હાઈટ બ્રેડથી બ્લડ સુગર જલ્દી વધે છે. આ વસ્તુઓ ખાવાની આદત જે મહિલાઓમાં વધારે હોય છે, તેમનામાં પુરુષોની તુલનામાં વધારે નેગેટિવ ઈફેક્ટસ સામે આવી છે. અનહેલ્ધી ડાયટની અસર પુરુષોની અપેક્ષાએ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર વધારે થાય છે.

સંશોધકોએ એ પણ સાબિત કર્યું કે આ સહભાગીઓની સાઈકોલોજિકલ હેલ્થને જાળવી રાખવામાં એક્સર્સાઈઝની ખાસ ભૂમિકા હોય છે. જે મહિલા અથવા પુરુષ જે નિયમિત રીતે એક્સર્સાઈઝ કરે છે, તેમની માનસિક સ્થિતિ એક્સર્સાઈઝ ન કરતા લોકોની અપેક્ષા કરતાં વધુ સારી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here