Thursday, October 21, 2021
Homeરિસર્ચરે ગૂગલ છોડ્યું:જાતીય ભેદભાવ પર અશ્વેત મહિલા ટિમ્નિટ ગેબ્રૂએ સોશિયલ મીડિયા પર...
Array

રિસર્ચરે ગૂગલ છોડ્યું:જાતીય ભેદભાવ પર અશ્વેત મહિલા ટિમ્નિટ ગેબ્રૂએ સોશિયલ મીડિયા પર ગૂગલ સામે નારાજગી વ્યક્ત કરી હતી, સુંદર પિચાઈએ માફી માગી

સુંદર પિચાઈ – ફાઇલ તસવીર

આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એઆઈ એથિક્સ રિસર્ચર ટિમ્નિટ ગેબ્રૂએ કંપની છોડવા મુદ્દે માફી માંગી છે. જોકે, ગેબ્રૂના નોકરી છોડવાના કારણ વિશે પિચાઈએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ઈથિયોપિયાના અદિસ અબાબામાં જન્મેલાં અશ્વેત કમ્પ્યુટર વિજ્ઞાની ટિમ્નિટ ગેબ્રૂએ સોશિયલ મીડિયા પર ગૂગલ મેનેજમેન્ટના વ્યવહારની ટીકા કરી હતી. ફેશિયલ રેકગ્નિશનમાં પોતાના કામ માટે પ્રસિદ્ધ ગેબ્રૂ ગૂગલના એથિકલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટીમના અગ્રણી સભ્ય હતાં. આ મુદ્દે પિચાઈએ પહેલીવાર ઈ-મેલમાં લખ્યું છે કે, આપણે એ હકીકત સ્વીકારવી પડશે કે એક પ્રતિભાશાળી મહિલાએ નારાજ થઈને ગૂગલ છોડી દીધું છે. ગેબ્રૂના નોકરી છોડવાનાં કારણો અંગે આપણે સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે.

શું છે અગ્રણી વિજ્ઞાનીના રાજીનામાનો કેસ?
ટિમ્નિટ ગેબ્રૂ ગૂગલની એથિકલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટીમના મહત્ત્વના વિજ્ઞાની હતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટીમે ગયા અઠવાડિયે એક રિચર્સ પેપર રજૂ કર્યું હતું, જેમાંના કેટલાક મુદ્દે ગેબ્રૂએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, ગૂગલ દ્વારા ઉપયોગમાં લેવાનારી ટેક્નોલોજી સામાજિક જોખમોથી ભરેલી છે. તે રંગભેદને પણ પ્રોત્સાહન આપી શકે છે. આ ઘટના પછી ગૂગલે ગેબ્રૂને હાંકી કાઢ્યા હતા, જ્યારે ગૂગલે જણાવ્યું હતું કે, ગેબ્રૂએ જ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન ગૂગલના બે હજાર કર્મચારીએ ઓપન લેટર લખીને જવાબ માંગ્યો છે કે, ગેબ્રૂની હકાલપટ્ટી ‘રિસર્ચ સેન્સરશિપ’ના નિયમો હેઠળ થઈ છે કે તેમને બદલાની ભાવનાથી હાંકી કઢાયા છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments