નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી:રિઝર્વ બેન્કે HDFC બેન્કને 10 લાખને દંડ ફટકાર્યો, શેરમાં ઘટાડો

0
0

HDFC બેન્ક દેશમાં ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક છે. જેની 12 લાખ કરોડની ડિપોઝીટ અને 9 લાખ કરોડ રૂપિયાની ઉધારી છે
HDFC બેન્ક દેશમાં ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક છે. જેની 12 લાખ કરોડની ડિપોઝીટ અને 9 લાખ કરોડ રૂપિયાની ઉધારી છે
  • આ દંડ સબ્સિડિયરી જનરલ લેજરમાં બેલેન્સ ઓછું હોવાના કેસમાં ફટકારવામાં આવ્યો છે.
  • તાજેતરમાં રિઝર્વ બેન્કે HDFC બેન્કને નવા ડિઝીટલ લોન્ચિંગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્કે દેશમાં ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક HDFC બેન્ક પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ સબ્સિડિયરી જનરલ લેજરમાં બેલેન્સ ઓછુ હોવાના કેસમાં લગાવવામાં આવ્યો છે. આ માહિતી બેન્કે શેર બજારને આપેલી સૂચનામાં આપી છે.

4 ડિસેમ્બરે દંડ ફટકાર્યો હતો
બેન્કે સ્ટોક એક્સચેન્જને આપેલી સૂચનામાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કે 4 ડિસેમ્બરે HDFC પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એવું એટલા માટે કારણ કે (SGL)માં જરૂરી મૂડી કરતા બેલેન્સ ઓછું હતું. બેન્કે કહ્યું કે, તેમને 9 ડિસેમ્બરે રિઝર્વ બેન્કનો આદેશ મળ્યો હતો. બેન્કે કહ્યું કે, 19 નવેમ્બરે બેન્કના CSGL (Constituent Subsidiary General Ledger, CSGL Account)એકાઉન્ટમાં થોડીક સિક્યોરિટીઝમાં બેલેન્સ ઘટી ગયું હતું.

​​​​​​​શેરમાં સામાન્ય ઘટાડો

બેન્કના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.જે 1379 રૂપિયાનો વેપાર કરી રહ્યાં હતા. આ બીજી ઘટના છે તાજેતરમાં જ્યારે બેન્કે રિઝર્વ બેન્કની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં રિઝર્વ બેન્કે HDFC બેન્કને આગામી આદેશ સુધી નવા ડિઝીટલ લોન્ચિંગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

ડિઝીટલ લોન્ચિંગ પર રોક
RBIએ એવું પણ કહ્યું કે, બેન્ક નવું ક્રેડિટ કાર્ડ જાહેર નથી કરી શકતી. એવું એટલા માટે કારણ કે બેન્કના ડિઝીટલ પ્લેટોર્મમાં સતત બે વર્ષથી ગરબડ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે HDFC બેન્કને તેમની ડિઝીટલ સ્થિતિને સુધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેન્કનો આ જ કારણે ડિઝીટલ-2 પ્રોગ્રામ પણ અટકી ગયો છે. જેના હેઠળ બેન્કે ઘણા લોન્ચિંગની યોજના બનાવી હતી. તાજેતરના દિવસોમાં બેન્કના સ્ટોક પર તેનું દબાણ જોવા મળી રહ્યું છે.

HDFC બેન્ક દેશમાં ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક છે. જેની 12 લાખ કરોડની ડિપોઝીટ અને 9 લાખ કરોડ રૂપિયાની ઉધારી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here