રિઝર્વ બેંકે PNB પર 1 કરોડનો દંડ ફટકાર્યો, ખાતાધારકો પર શું અસર પડશે જાણો

0
8

દેશની બીજી સૌથી મોટી સરકારે બેંક પંજાબ નેશનલ બેંક પર જબરો દંડ લાગ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પંજાબ નેશનલ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ ચૂકવણી અને નિપટારા પ્રણાલી કાનૂનના ઉલ્લંઘન મામલામાં પીએનબી પર આ દંડ ફટકાર્યો છે.

શેર બજારને મોકલેલી સૂચનામાં પંજાબ નેશનલ બેંકે આ અંગે જાણકારી આપી છે. રિઝર્વ બેંકે બેંકિંગ નિયમોના ઉલ્લંઘન મામલામાં પીએનબીને દોષી ગણી છે, જે બાદ બેંક પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. જાણકારી મુજબ સરકારી બેંક પીએનબી, ડ્રક પીએનબી બેંક લી. ભૂટાન સાથે મળી એક દ્વિપક્ષીય શેર એટીએમ વ્યવસ્થાનું પરિચાલન કરી રહી હતી, પરંતુ તેના માટે તેમણે આરબીઆઈની મંજૂરી નહોતી લીધી. જે બાદ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ નિયમોની અવગણના બદલ પંજાબ નેશનલ બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો છે.

ગ્રાહકો પર શું અસર થશે

બેંક પર લગાવેલ આ દંડની અસર બેંકના ખાતાધારકો પર નહિ પડે. બેંકના ખાતાધારકોની જમાપૂંજી સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને બેંકના બેંકિંગ કામકાજ પર પણ કોઈ અસર નહિ પડે. આ દંડ બેંક પર નિયમોની અણદેખી પગલે લગાવવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોની સેવા અને બેંકમાં જમા તેમની રાશિ પર કોઈ ફરક નહિ પડે. જણાવી દઈએ કે હાલમાં જ આરબીઆઈએ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા પર 50 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. અગાઉ પણ કેટલીય બેંકો પર RBI તરફથી દંડ લગાવવામાં આવી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here