અમદાવાદ : ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીના રૂપિયાની માંગ સાથે GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડૉકટર્સ હડતાળ પર ઉતર્યા

0
7

અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા કેસની વચ્ચે નરોડા રોડ- અમદુપુરા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો અચાનક અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. હડતાળ પર ઉતરી ગયેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે GCS હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. તે ઉપરાંત માસ્ટર ડીગ્રીના રેસિડેન્ટ ડૉકટર્સને તેમની સ્પેશિયાલિટી સિવાયનું કામ કરાવવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ
(કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ)

 

સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોવિડ ડ્યુટીના ભથ્થાની માંગ

GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા માંગ કરવામાં આવી છે કે અભ્યાસની ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. આ અગાઉ પણ છેલ્લા છ મહિનામાં GCS મેનેજમેન્ટને રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ મેનેજમેન્ટ મગનું નામ મરી ના પાડતા આખરે રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here