Monday, October 18, 2021
Homeવડોદરા : તક્ષ ગેલેક્સિના રહીશોએ મહાનગર પાલિકાના વેરા બીલની હોળી કરી વિરોધ...
Array

વડોદરા : તક્ષ ગેલેક્સિના રહીશોએ મહાનગર પાલિકાના વેરા બીલની હોળી કરી વિરોધ નોંધાવ્યો

વડોદરા. શહેર નજીક હાઇવેને અડીને આવેલ તક્ષ ગેલેક્સિના રહીશોએ વડોદરા મહાનગરપાલિકાએ કોઈપણ સુવિધા વગર વેરાબીલ આપ્યા હોવાના આક્ષેપ કર્યો છે. આ સાથે વેરા બીલની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકો વેરા બીલોના વિરોધમાં રોડ પર આવી ગયા

વડોદરા શહેરના નજીક હાઇવે ને અડીને આવેલા બાપોદ પાસેની તક્ષ ગેલેક્સિ સોસાયટીનો અન્ય પાંચથી છ ગામની સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તક્ષ ગેલેક્સિના રહીશોના આક્ષેપ મુજબ આજ સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી, ડ્રેનેજ, સફાઈ જેવી એકપણ સુવિધા આપવામાં આવી નથી તેમ છતાંય પાલિકા દ્વારા વેરાબીલો ફટકારવામાં આવતાં રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સુવિધા નહીં તો વેરો નહીંના સુત્રોચ્ચારો પોકારી રહીશોએ વેરા બીલોની હોડી કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુવિધા આપવાના બદલે માત્ર વેરા બીલો અપાતાં મહિલાઓ સહિત સ્થાનિકો વેરા બીલોના વિરોધમાં રોડ પર આવી ગયા હતા. આ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉપરાંત અદાલતનો આશરો પણ લેવાની તૈયારી સાથે લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments