Wednesday, October 20, 2021
Homeઅમદાવાદ : સેટેલાઇટના આનંદવિહાર ફ્લેટના રિડેવલપમેન્ટના વિવાદમાં રહીશોએ રોડ બનાવવા આવેલા JCB...
Array

અમદાવાદ : સેટેલાઇટના આનંદવિહાર ફ્લેટના રિડેવલપમેન્ટના વિવાદમાં રહીશોએ રોડ બનાવવા આવેલા JCB પર પથ્થરમારો કર્યો.

અમદાવાદમાં સેટેલાઇટના કેશવબાગ પાર્ટી પ્લોટ સામે આવેલા આનંદવિહાર ફ્લેટના રિડેવલપમેન્ટ મામલે વિવાદ વકરતાં રહીશોએ આજે સવારે જેસીબી પર પથ્થરમારો કર્યો છે. ફ્લેટના રહીશોનો આક્ષેપ છે કે હાઉસિંગ બોર્ડનાં આ મકાનો 35 વર્ષ જૂનાં છે અને રિડેવલપમેન્ટના નામે કેટલાક બિલ્ડરો આ મોકાની જમીન પડાવી લેવા પેરવી કરી રહ્યા છે. ગુરુવારે રાત્રે પોલીસે આવીને રહીશોને મૌખિક રીતે મકાન ખાલી કરવા કહ્યું હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું. ત્યારે શુક્રવારે સવારે ફ્લેટ પાસે આવેલા JCB પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. મામલો બિચકતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ છતાંય સ્થાનિકોનો રોષ ઓછો થયો નહોતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરોએ જબરદસ્તીથી તેમનાં મકાનો ખાલી કરાવવા માટે દબાણ કર્યું છે.

આનંદવિહાર ફ્લેટ તૂટી રહ્યાનું જાણીને રહીશો રોડ પર દોડી આવ્યા હતા.
(આનંદવિહાર ફ્લેટ તૂટી રહ્યાનું જાણીને રહીશો રોડ પર દોડી આવ્યા હતા.)

DCPએ સમગ્ર મામલો થાળે પાડ્યો

સ્થાનિકોએ JCB પર પથ્થરમારો કરતાં ઝોન DCP પ્રેમસુખ ડેલુ ત્યાં પહોંચી ગયા હતા અને સ્થાનિકોને સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જેસીબી ફ્લેટ તોડવા માટે નહીં, પણ નવો રોડ બનાવવા માટે મગાવેલું છે. ફ્લેટ તોડવા માટે કોઈ પોલીસબંદોબસ્ત ફાળવવામાં આવ્યો નથી. તેમણે સ્થાનિકોને કહ્યું હતું કે જો મકાન તોડવાનાં હોય ત્યારે પોલીસ બંને પાર્ટીઓને સાથે રાખીને વાતચીત કરે છે, પછી જ બંદોબસ્ત માટે પોલીસબંદોબસ્ત ફાળવવામાં આવે છે. DCP પ્રેમસુખ ડેલુના સમજાવ્યા પછી ફ્લેટના રહીશો માની ગયા હતા અને આખો મામલો થાળે પડ્યો હતો.

શું છે સમગ્ર મામલો

ફ્લેટના રહીશોએ CN24NEWS સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આનંદવિહાર ફ્લેટ એ 36 વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના ફલેટ ધરાવતી સોસાયટી છે. આ ફ્લેટના રિડેવલપિંગ માટેની વાતચીત ચાલી રહી છે, પરંતુ હજી સુધી તેમાં કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો. ત્યારે બિલ્ડર દ્વારા તેમનાં મકાનો જબરદસ્તીથી ખાલી કરાવવામાં આવી રહ્યા છે, આ વિસ્તારમાં મોટાં-મોટાં કોમ્પ્લેક્સ ધરાવતા કેટલાક નામીચા બિલ્ડરો આ મોકાની જગ્યાને પડાવી લેવાની પેરવીમાં છે. આ માટે બિલ્ડરો દ્વારા પોલીસનો સાથ લઈને ફ્લેટ ખાલી કરાવવા રહીશો પર યેન કેન પ્રકારેણ દબાણ કરવામાં આવી રહ્યાનો પણ રહીશોનો આક્ષેપ છે.

DCP પ્રેમસુખ ડેલુએ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો.
(DCP પ્રેમસુખ ડેલુએ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો.)

પથ્થરમારો ગેરસમજમાં થયો હોવાનો પોલીસનો ઘટસ્ફોટ

પોલીસ અને ફલેટના રહીશો વચ્ચે વાતચીત બાદ આખરે DCP પ્રેમસુખ ડેલુએ CN24NEWS સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીના રહીશો દ્વારા JCB પર ગેરસમજમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. તેમને એવું હતું કે આ JCB જેસીબી તેમના મકાન તોડવા માટે બોલાવવામાં આવ્યું છે, પણ ખરેખર એવું કંઈ નથી. આ JCB નજીકમાં બની રહેલા રોડની સમારકામની કામગીરી કરવા આવ્યા હોવાથી રહીશોને લાગ્યું હતું કે તેમના ઘર તોડવા આવ્યા છે. રહીશોને સમજાવીને આ ગેરસમજ દૂર કરવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments