વડોદરા : સંગીતા એપાર્ટમેન્ટમાં આવેલા બરોડા ઇમેજીન સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીને તપાસ માટે લવાતા રહીશોનો વિરોધ

0
0

વડોદરા. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં બરોડા ઇમેજીન સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીને તપાસ માટે લવાતા એપાર્ટમેન્ટના રહીશોએ વિરોધ કર્યો હતો. રહિશો એમ્બ્યુલન્સની આગળ ઉભા રહી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જેથી પોલીસે સોસાયટીના 25 જેટલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સોસાયટીના ગેટમાંથી કોવિડ પેશન્ટ લઈ જવાનો રહીશોનો વિરોધ

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં બરોડા ઇમેજીન સેન્ટર આવેલું છે. રાત્રે એક કોરોના સંક્રમિત દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા હતા. જોકે, સોસાયટીના ગેટમાંથી કોવિડ પેશન્ટ લઈ જવાનો રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. પાછળના ગેટની જગ્યાએ મેઈન ગેટ ખોલવાની જીદ કરતા મામલો બીચક્યો હતો. સ્થાનિકોએ કોવિડ પેશન્ટને લઇ જતી એમ્બ્યુલન્સ રોકી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ સયાજીગંજ પોલીસે સોસાયટીના 25 જેટલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here