સુરત : ખાનગી હોસ્પિટલ દ્વારા સોસાયટીના ગોડાઉનમાં કોરોના વોર્ડ બનાવતા રહીશોનો વિરોધ

0
1

સુરત. શહેરના નવસારી બજાર તલાવડી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ દ્વારા બાજુમાં આવેલી સોસાયટીના ગોડાઉનમાં કોરોના વોર્ડ બનાવતા આજુબાજુના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે કોરોના વોર્ડ ન બનાવવા પણ માંગ કરવામાં આવી છે. જ્યારે ખાનગી હોસ્પિટલ આશુતોષ દ્વારા હોસ્પિટલની બાજુમાં આવેલ ગોડાઉનમાં કોરોના વોર્ડ બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહીશોએ જણાવ્યું હતું કે, આશુતોષ હોસ્પિટલના કેમ્પસ અને હોસ્પિટલની જગ્યા છોડી બાજુના એપાર્ટમેન્ટના ગોડાઉનમાં કોરોના વોર્ડ બનાવ્યો છે. જેને લઈને રહીશો દ્વારા વિરોધ કરી હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા છે.