પોરબંદર : હેલમેટનો દંડ પગારમાંથી કપાવા સામે મહિલા કર્મચારીનું રાજીનામું

0
13

પોરબંદર: પોરબંદરની પીજીવીસીએલે આ નિયમ લાગુ કર્યો હતો અને તેમના કોઈ કર્મચારી હેલ્મેટ વિના આવે અને જો પોલીસના હાથે પકડાય તો તેમના પગારમાંથી દંડની રકમ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલીવાર 50, બીજીવાર 100 રૂપિયા અને ત્રીજીવાર દંડ કર્મીઓના પગારમાંથી કાપવાનું જાહેર કરાયું હતું. આ નિર્ણય સામે પીજીવીસીએલનાં એક મહિલા કર્મચારીએ પગારમાંથી હેલ્મેટનો દંડ ન કપાય એ માટે રાજીનામું ધરી દેતાં ભારે વિવાદ સર્જાયો હતો. એક કર્મચારીએ રાજીનામું આપી દેતા અન્ય કર્મચારીઓ પણ જાહેરમાં આવ્યા વિના તેમના નિર્ણયને મૂકસંમતિ આપી હતી. ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ થતા જ તેમણે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ કર્મચારીઓ સામે નમતું જોખવાની ફરજ પડી હતી. પછીથી અધિકારીઓ દ્વારા પગારમાંથી કોઈ પણ પ્રકારનો દંડ નહી વસૂલવામાં આવે તેવી ખાતરી આપવી પડી હતી.

બાદમાં મામલો થાળે પડ્યો

ટ્રાફિકનાં નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે ત્યારે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરાઇ છે. નવા નિયમો આવતાં પીજીવીસીએલ કચેરી દ્વારા પણ હેલ્મેટના નિયમની કડક અમલવારી થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં વીજકર્મીઓ જો હેલ્મેટ પહેર્યા વિના પકડાય તો પહેલી વખતે 50, બીજી વખત 100 રૂપિયા અને ત્રીજી વખત હેલ્મેટનો દંડ કર્મીઓના પગારમાંથી કાપવાનું જાહેર થતાં પોરબંદરના એક મહિલા વીજકર્મીએ રાજીનામું ધરી દીધું હતું. જોકે, બાદમાં પગારમાંથી દંડ ન કાપવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

હેલ્મેટ અને પીયુસીના દંડના અમલની મુદત 15 ઓકટોબર સુધી લંબાવવામાં આવી

ઉલ્લેખનીય છે કે, મોટર વ્હીકલ એકટનો અમલ થતા રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી ગત 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જો કે, પ્રથમ ત્રણ દિવસ બાદ હેલ્મેટ અને પીયુસીના દંડના અમલની મુદત 15 ઓકટોબર સુધી લંબાવવામાં આવી છે પરંતુ વિવિધ શૈક્ષણિક અને સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા તેમના કર્મચારીઓને ઓફિસે ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવાનો નિયમ બનાવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here