Saturday, September 18, 2021
Homeવ્યાપારરાજીનામું : ઝોમેટોના CEO ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું

રાજીનામું : ઝોમેટોના CEO ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું

 

એપથી તમારા જમવાનાને ઘર સુધી પહોંચાડનાર કંપની ઝોમેટોના CEO ગૌરવ ગુપ્તાએ કંપની છોડવાનો નિર્ણય કર્યો છે. 2015માં ઝોમેટોમાં સામેલ થયેલા ગુપ્તાને 2018માં કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. તે IPO માટે કંપનીનો ચહેરો હતા. ગૌરવ ગુપ્તાએ ઝોમેટો છોડ્યા પછી કંપનીના શેર ઘટવા લાગ્યા છે.

ગૌરવ ગુપ્તાના રાજીનામાના સમાચાર પછી કંપનીના શેર ઉપરના સ્તરથી 10 રૂપિયાથી વધુ ઘટ્યા છે. પ્રથમ શેર 151 રૂપિયા પર હતો અને હવે ઘટીને 140 રૂપિયા પર આવી ગયો છે.

ઝોમેટોએ કર્યો છે આ સર્વિસ બંધ કરવાનો નિર્ણય
તાજેતરમાં જ ઝોમેટોએ ગ્રોસરી ડિલવરી સર્વિસ અને ન્યુટ્રાસ્યુટિકલ વ્યવસાયમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. તેના થોડા દિવસો પછી જ ગુપ્તાના રાજીનામાના સામાચાર આવ્યા છે. ઝોમેટોએ ગત વર્ષે સ્વાસ્થ્ય અને ફિટનેસ ઉત્પાદોને લોન્ચ કરવાની સાથે ન્યુટ્રાસ્યુટિકલ વ્યવસાયમાં પગ મુક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments