મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ-હોટેલ બંધ, પંજાબમાં પરીક્ષા કેન્સલ

0
1

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધરો કરી રહ્યા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે. નાગપુરમાં લોકડાઉન લાગુ થયું છે તો અનેક જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

જેની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હવે રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે શરુ રહેશે. આ સિવાય મોલની અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે. નિયમોનું પાલન કરાવવા માટે મોલની અંદર વધારે કર્મચારીઓને તહેનાત કરવાના રહેશે.

આ સિવાય આ નવી ગાઇડલાઇનમાં સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગાવેલા પ્રતિબંધોને 31 માર્ચ સુધી વધારી દીધા છે. લગ્ન સમારોહની અંદર મહેમાનોની સંખ્યા પર ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ માટે હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે. તો તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કારમાં 20 કરતા વધરે લોકો સામેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્રમાં 16620 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here