- Advertisement -
રાજ્યમાં દિવસે દિવસે ઈ-સિગારેટના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં સરકાર દ્વારા ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે કોઈ પણ નાગરિકા પાસેથી ઈ-સિગારેટ મળી આવશે તો 50 હજાર સુધીનો દંડ વસુલાશે.ઈ-સિગારેટ સંગ્રહ કરનાર લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસ તેમની પાસેથી 20 હજારથી લઈને 50 હજાર સુધીનો દંડ પણ વસુલશે. મળતી માહિતી મુજબ શુક્રવારે ગૃહ વિભાગે વિધાનસભા સચિવાલયને સુપરત કરેલા કોપ્ટા એક્ટમાં સુધારો પણ કર્યો છે.કોપ્ટા એક્ટની કલમ 4(ક) હેઠળ ઈ-સિગારેટ સાથે રાખનાર નાગરિકને એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને 20થી 50 હજાર સુધીનો દંડ પણ થશે. PSI અને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા નાગરિકોને તપાસ કરી શકશે.