કોરોના : 162 દેશોમાં ઈન્ફેક્શન-7,164 મોત: ‘ગેમ ઓફ થ્રોન્સ’ સ્ટાર ક્રિસ્ટોફરને ઈન્ફેક્શન; ફ્રાન્સમાં પારિવારિક-સામાજિક આયોજન પર પ્રતિબંધ

0
18

વોશિંગ્ટન: કોરોના વાઈરસથી મંગળવાર સુધી 162 દેશોમાં ઈન્ફેક્શન ફેલાયું છે. અત્યાર સુધી કુલ 1,82,547 કેસ નોંધાયા છે. દુનિયામાં કુલ 7,164 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 79,881 લોકો ઈન્ફેક્શનથી સાજા થઈ ગયા છે. ફિલ્મ ‘ગેમ ઓફ થ્રોન્સ’થી પ્રખ્યાત થનાર હોલિવૂડ સ્ચાર હિજવૂ અને એક અન્ય સ્ટાર ઈદરિસ એલ્બાને પણ કોરોના વાઈરસ પોઝિટિવ નોંધાયો છે. બંનેએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે. ઈન્ફેક્શન મામલે ફ્રાન્સ સરકારે કડક નિયમો લાગુ કર્યા છે. અહીં સામાજિક સમારોહ પછી પારિવારિક આયોજન ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

ફ્રાન્સમાં નિયમો કડક કર્યા
યુરોપમાં કોરોનાના કેસ વધ્યા છે. ફ્રાન્સ સરકારે પહેલાં બજાર અને મોલ્સ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી પણ ઈન્ફેક્શન નિયંત્રણમાં ન આવતા સોમવારે મોડી રાતે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોએ નિયમોને વઝારે કડક કરી દીધા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સામાજિક અથવા પારિવારિક આોયોજનમાં આગામી આદેશ સુધી લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિયમનું કડક રીતે પાલન થવું જોઈએ. ફ્રાન્સની સેનાએ પણ કમાન સંભાળી છે. પેરિસ સહિત દેશના ઘણાં શહેરોમાં મિલેટ્રી મેડિકલ યૂનિટ કામ કરવા લાગી છે. દરેક સ્કૂલ, કોલેજ, બાર, રેસ્ટોરન્ટ અને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

ઈઝરાયલ સરકાર શંકાસ્પદ લોકોના ફોન ટેપ કરશે
ઈઝરાયલમાં સોમવારે મોડી રાત સુધી 250 લોકો કોરોના ઈન્ફેક્ટેડ નોંધાયા છે. તેમાં 37 લોકોની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. સરકારને શંકા છે કે અમુક લોકો ઈન્ફેક્શનની માહિતી છુપાવી રહ્યા છે. તેના કારણે અન્ય લોકો સુધી વાયરસ પહોંચી શકે છે. હવે નેતન્યાહૂના નેતૃત્વવાળી કેરટેકર સરકાર મહત્વનું પગલું લેશે. સરકારે કહ્યું કે, અમુક લોકો ઈન્ફેક્શનની માહિતી છુપાવી રહ્યા છે. આવા શંકાસ્પદ લોકોના ફોન આગામી એક મહિના સુધી ટેપ કરવામાં આવશે.

ઈરાન વેક્સીન ખરીદવા માટે તૈયાર
અત્યાર સુધી કોરોના વાઈરસની કોઈ વેક્સીન તૈયાર કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ઈઝરાયલ આ વેક્સીન તૈયાર કરવાની ખૂબ નજીક છે. ઈરાનના એક ધર્મગુરુએ જણાવ્યું છે કે, જો ઈઝરાયલ આ વેક્સીન તૈયાર કરી લેશે તો ઈરાનને તે ખરીદવામાં કોઈ વાંધો નથી. નોંધનીય છે કે, ઈરાન અને ઈઝરાયલના સંબંધો હંમેશા ખરાબ રહ્યા છે.

અમેરિકન નેવી ચિંતિત
સૈન ડિયાગોમાં એક અમેરિકન નૌસૈનિકને કોરોના પોઝિટિવ નોંધાયો છે. નેવીએ જાતે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે. તે લોમા વિસ્તારના નેવી બેઝ પોઈન્ટ પર તહેનાત હતો. નૌસેના ચિંતિત એટલા માટે છે કારણકે અહીં અંદાજે 2 હજાર અન્ય સૈનિકો પણ હતા. આ દરેકની તપાસ હવે મેડિકલ યૂનિટ કરશે. અમુક સૈનિકોને તો આઈસોલેશન યુનિટમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.

લોસ એન્જિલસમાં પાર્કિંગ ફી નહીં લાગે
સપનાનું શહેર કહેવાતા લોસ એન્જિલસમાં દરેક હોટલ, રેસ્ટોરન્ટ, બાર અને નાઈટ ક્લબ બંધ કરી દેવામાં આવ્યા છે. ટૂરિસ્ટ પરેશાન છે. અહીંના મેયરે મંગળવારે એક આદેશ આપ્યો છે. કહ્યું છે- દરેક સરકારી અને બિન સરકારી પાર્કિંગ પ્લેસ આગામી આદેશ સુધી કોઈ ફી નહીં લે. તેમણે કહ્યું છે- જ્યારે ટૂરિસ્ટો ફરી જ નહીં શકે તો આપણે તેમની પાસેથી ફી કેવી રીતે લઈ શકીશું. પ્રાથમિક ઉપાયોમાં માનવતા હોવી જરૂરી છે.

ટોમ હેંક્સ અને રીટા વિલ્સનને રજા અપાઈ
હોલિવૂડ સ્ટાર હોમ હેંક્સ અને પત્ની રીટા વિલ્સનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમ છતાં તેમને 14 દિવસ સેલ્ફ ક્વરેંટાઈનમાં રહેવું પડશે. તેઓ ગુરુવારથી હોસ્પિટલમાં હતા. હેંક્સ ઓસ્ટ્રેલિયામાં પ્રખ્યાત સિંગર એલ્વિસ પ્રેસ્લે પર બનતી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા. ત્યાં જ તેમને કોરોના થયો હોવાનો ખુલાસો થયો હતો.

પોલેન્ડમાં મૃત્યુઆંક વધ્યો

પોલેન્ડમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુઆંક 4 થયો છે. 156 પોઝિટિવ કેસ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે 50 વધુ લોકોને ભેગા થવા પર અને મનોરંજનના સ્થળોને ખુલ્લા રાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here