Friday, August 6, 2021
Homeસુરત : રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત નિવૃત એસીપી ઉદય બ્રહ્મભટ્ટનું બ્રેઈન સ્ટ્રોકની સારવાર...
Array

સુરત : રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત નિવૃત એસીપી ઉદય બ્રહ્મભટ્ટનું બ્રેઈન સ્ટ્રોકની સારવાર દરમિયાન નિધન થયું

મૂળ વિસનગરના ભાલક ગામના વતની અને સુરતમાં પોલીસ ખાતામાં સેવા આપતા એસીપી તરીકે નિવૃત થયેલા ઉદય બ્રહ્મભટ્ટનું અવસાન થયું છે. અસામાજિક ત્તત્વો સામે કડકાઈથી કામ લેતા નિવૃત એસીપી ઉદય બ્રહ્મભટ્ટને બે મહિના અગાઉ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેની સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા બ્રહ્મભટ્ના અવસાનથી નિવૃત પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નિવૃતિ બાદ ધાર્મિક પ્રવૃતિમાં વળી ગયા હતા

નિવૃત એસીપી બ્રહ્મભટના સાથેના સંસ્મરણો વાગોળતા નિવૃત એસીપી એન.સી.પટેલએ જણાવ્યું હતું કે, તેઓએ ખૂબ લાંબા સમય સુધી પોલીસ વિભાગમાં સેવા આપી હતી. વર્ષ 2005માં સ્પેશિયલ બ્રાંચમાં એસીપી તરીકે ફરજ બજાવતા નિવૃત થયા હતાં. નિવૃતિ બાદ સુરતને કર્મભૂમિ બનાવીને તેઓ રહ્યા હતાં. નિવૃતિ બાદ તેઓનો મોટા ભાગનો સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિમાં પસાર થતો હતો. ખૂબ જ સાલ અને મૃદુ સ્વાભવાના તેઓ હતાં. પરંતુ મહેન્દ્ર રાઠોડ જેવા ખૂંખાર સામે તેઓ કડક સ્વભાવ દાખવતા હતાં. તેમના સમયમાં અનેક અસામાજિક તત્વોનો તેમણે સમાજમાંથી સફાયો કર્યો હતો.

બે બાળકો પત્નીને એકલા મૂકી વિદાય લીધી

73 વર્ષના નિવૃત એસીપી બ્રહ્મભટ્ટના પરિવારમાં તેમના બે બાળકો અને પત્ની હૈયાત છે. તેમને મુકીને તેઓ અનંતની યાત્રાએ નીકળી ગયા છે. સુરતમાં તેમને તાપી માતા અને ધાર્મિક પ્રવૃતિઓ સાથા સામાજિક પ્રવૃતિઓમાં રસ દાખવ્યો હતો. સમાજના કામો કરવામાં અને ધાર્મિક માર્ગે આગળ વધવા માટે તેઓ ખાસ સમય ફાળતા હોવાનું તેમના નજીકના લોકોએ કહ્યું હતું. પોલીસ બેડામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમના રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments